રાજસ્થાન : ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર પંકજ સિંહનું માનવું છે કે વર્તમાન ભારતીય ટીમમાં મુખ્ય ઓલરાઉન્ડરોની હાજરી મેન ઇન બ્લુને ICC ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી જીતવામાં મદદ કરશે. "છેલ્લા (2019) વર્લ્ડ કપની સરખામણીમાં આ વખતે ભારતની બેટિંગ લાઇન-અપ એકદમ સંતુલિત લાગે છે. જ્યારે છેલ્લી વખતે કોઈ યોગ્ય નંબર ચાર નહોતું, આ વખતે એવું નથી. શ્રેયસ અય્યર અને કેએલ (રાહુલ) આ વખતે બેટિંગ કરી શકે છે. ચોથા નંબરનું સ્થાન મહત્વનું છે.”
યુવા ખેલાડીઓની મદદથી જીત મળશે : પંકજ સિંહના મતે આ વખતે તમામ ખેલાડીઓ સારા ફોર્મમાં હતા. ટીમ ઈન્ડિયા પૂરજોશમાં છે, ટીમે તાજેતરમાં જ એશિયા કપ જીત્યો હતો અને ત્યારબાદ ત્રણ દિવસની વનડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ભારતે મોહાલી અને ઈન્દોરમાં જીત બાદ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણી 2-1થી જીતી લીધી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) સ્ટેડિયમમાં આશ્વાસનજનક જીત નોંધાવી હતી.
બેસ્ટમેન વિશે તેમનું મંતવ્ય : પંકજ સિંહે ઓપનિંગ કોમ્બિનેશન વિશે પણ વાત કરી અને કહ્યું કે ઇશાન કિશને જ્યારે તક મળી ત્યારે રોહિત શર્મા સાથે સારો દેખાવ કર્યો હતો અને શુભમન ગીલે તેની પ્રતિભા સાબિત કરી છે. પંકજ સિંહે પણ મિડલ ઓર્ડરમાં ટોચના બેટ્સમેન સૂર્ય કુમાર યાદવની હાજરીનો સ્વીકાર કર્યો અને ટિપ્પણી કરી કે કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં મેચને બદલવાની ક્ષમતા ધરાવે છે. "તે ડેથ ઓવરોમાં ઝડપી રન બનાવવા માટે જાણીતો છે."
બોલર વિશે તેમનું મંતવ્ય : ભારતની બોલિંગ વિશે વાત કરતા પંકજ સિંહે કહ્યું કે, ટીમ પાસે "મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહ જેવા વિશ્વના શ્રેષ્ઠ બોલર છે." "હાર્દિક પંડ્યામાં અમારી પાસે એક ઓલરાઉન્ડર પણ છે જે સતત 140થી ઉપરની ઝડપે બોલિંગ કરે છે. ડ્રેસિંગ રૂમમાં શાર્દુલ ઠાકુરની હાજરી કોઈ પણ ખેલાડીને ઈજા પહોંચે તો મદદ કરે છે. સ્પિનરોની વાત કરીએ તો, રવિન્દ્ર જાડેજાની હાજરીએ શક્તિ આપી છે." સાથે જ ભારતમાં સારું પ્રદર્શન કરી રહેલ કુલદીપ યાદવ હંમેશા સફળતા હાંસલ કરવામાં મદદરૂપ થશે.
સ્પિનરને લઇને મંતવ્ય આપ્યું : ઈજાગ્રસ્ત અક્ષર પટેલની જગ્યાએ અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પંકજ સિંહનું માનવું છે કે અશ્વિનના આગમનથી ટીમ દેખીતી રીતે જ મજબૂત બની છે. જોકે, તેનું માનવું છે કે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ સ્પિન બોલર રાખવા મુશ્કેલ છે.
આ કારણોસર જીત મેળવશે : પંકજ સિંહે કહ્યું કે ભારત વર્તમાન વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. તેણે આગાહી કરી હતી કે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન સાથે સેમિફાઈનલમાં પહોંચશે. સેમી ફાઈનલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ અને કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. પાકિસ્તાનની બોલિંગ તાકાત ઘણી મજબૂત છે અને તેમને ઉપમહાદ્વીપની પરિસ્થિતિનો પણ સારો ફાયદો મળશે.
- Asian Games 2023: ભારતીય પુરુષ હોકી ટીમે જાપાનને 5-1થી હરાવીને જીત્યો ગોલ્ડ મેડલ, હરમનપ્રીત સિંહે સૌથી વધુ ફટકાર્યા ગોલ
- NED vs PAK Cricket World Cup 2023 Match-2 LIVE: નેધરલેન્ડનો સ્કોર 27 ઓવરમાં 5 વિકેટે 133 રન