અમદાવાદ : વલ્ડૅકપ 2023ના આરંભ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરિસરમાં આવેલ જીસીએ સ્પોર્ટસ ક્લબ ખાતે 10 ટીમના કપ્તાનોએ ઉપસ્થિત રહીને પોત-પોતાની ટીમને વિશ્વ વિજેતા થવાના દાવા ઉપસ્થિત મીડિયા ટોક દરમિયાન કરી છે. ભારતના કપ્તાન રોહિત શર્માએ ભારતીય કન્ડિશનમાં ભારતીય ટીમનું ફોર્મ અને પરફોમન્સ પર ભરોસો રાખી આત્મવિશ્વાસ દાખવ્યો છે. વિશ્વના 10 ક્રિકેટ ટીમના કપ્તાનોએ એ પ્રેસમીટમાં રસપ્રદ કહ્યું એ જાણીએ..
વલ્ડૅકપ 2023 માટે ભારતીય ટીમના દરેક સભ્યો ફોર્મમાં છે અને સ્ટેડિયમમાં દર્શકોના પ્રોત્સાહનથી ટીમ વિજયી બની શકશે એવો વિશ્વાસ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વ્યક્ત કર્યો હતો. રોહિત શર્માએ વધારામાં જણાવ્યું કે, છેલ્લા લાંબા સમયથી ટીમના સભ્યો પોતાની ધરતી પર જીતવા રોમાંચિત છે. જેના કારણે ટીમનું મોરલ હાઇ છે. - ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ભારતમાં મળેલ આદર સત્કાર અને હૈદરાબાદી બિરીયાનીના ભરપેટ વખાણ કર્યા હતા. બાબર આઝમે કહ્યું કે, અમે સાત દિવસથી ભારતીય વાતાવરણમાં ટેવાઇ ગયા છીએ એટલે કોઇ ભાર અનુભવાતો નથી. બાબરે પોતાની ટીમની તાકાત બોલિંગને ગણાવી હતી. સાથે કહ્યું હતુ કે, જો પાકિસ્તાનના ફેન્સ મેચમાં હોત તો અમારો ઉત્સાહ વઘતો.- પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમ
ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ભારતમાં ક્રિકેટ રોમાંચ છે. જે લોકોને જોડે છે. હાલની ઓસ્ટ્રેલિયાની ટીમ પાસે સારું કોમ્બિનેશન છે, જે તેને વિશ્વ વિજયી બનાવી શકે. સાથે અમારો ઇતિહાસ વિશ્વ વિજેતાનો છે, જે ટીમને સતત પ્રેરણા આપે છે. આઇપીએલનો અનુભવ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોને મદદરૂપ સાબિત થશે. - ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ
શ્રીલંકા અને શ્રીલંકન ટીમ લાંબા સમયથી અનેક પ્રશ્નોથી ઘેરાયેલી છે. શ્રીલંકન ખેલાડીઓની ઇજા ટીમને અસર કરે છે. પણ ભારતમાં આવી વલ્ડૅકપ - 2023નો માહોલ જોઇને અમે ઉત્સાહિત થયા છીએ. - શ્રીલંકા કેપ્ટન દાસુન શનાકા