WC 2019: ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમ પહેરશે નવી જર્સી - Gujarati News
નવી દિલ્હી: ICC વિશ્વ કપ 2019માં ભારતીય ટીમ પરંપરાગત વાદળી રંગની જર્સી પહેરશે પરંતુ ઇંગલેન્ડ સામે પોતાની વૈકલ્પિક જર્સી પહેરવી પડશે. જે પાછળથી નારંગી અને આગળથી વાદળી રંગની હેશે. આ માહિતી રાખનારા સૂત્રએ કહ્યું કે જેમ મોટા ભાગના લોકો કહે છે, આ હવે જર્સી નથી. આ એક પ્રકારનું અલ્ટરનેટ જર્સી છે અને ICC ની રમતના નિયમો પર આધારિત છે.
WC 2019: ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમ પહેરશે નવી જર્સી
સૂત્રે કહ્યું હતુ કે, "લોકો આ જર્સીને લઇને ઘણા પ્રકારની વાતો કરે છે. તેને હવે જર્સી કહેવામાં આવે છે પણ એવું નથી. આ એક અલ્ટરનેટ જર્સી છે, જે ભારતીય ટીમ 30 જૂન, ઇંગ્લેંડ સાથેની મેચ દરમિયાન પહેરશે. આઈસીસી નિયમો અનુસાર, હોસ્ટ આઈ.સી.સી. ઇવેન્ટમાં રમતા,પોતાની જર્સીનો રંગને જાળવી રાખવાનું છે. પરંતુ ભારતની જર્સી પણ બ્લુ રંગની છે, એટલા માટે ભારતની જર્સીમાં આ બદલાવ કરવામાં આવ્યો છે . "