ગુજરાત

gujarat

ETV Bharat / sports

ધોનીએ વિશ્વકપમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરવા તૈયાર કરાવ્યું સ્પેશિયલ બૅટ! - mahendrasinh dhoni

ન્યુઝ ડેસ્કઃ 2011માં ભારતને વર્લ્ડકપની ભેટ આપનાર ભૂતપુર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ફરી એકવાર તૈયારી શરુ કરી છે. આ વખતે ધુંઆધાર બૅટિંગ કરવા માટે ધોનીએ ખાસ બૅટ તૈયાર કરાવ્યુ છે. બૅટ બનાવનારી કંપનીએ આ અંગે કેટલીક રસપ્રદ જાણકારી આપી છે.

ધોનીએ વિશ્વકપમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરવા તૈયાર કરાવ્યુ સ્પેશિયલ બેટ!

By

Published : Jun 1, 2019, 9:27 PM IST

ભારતીય ટીમના ધમાકેદાર બૅટ્સમેન ધોની ગયા વર્લ્ડકપની જેમ આ વખતે પણ રનોનો વરસાદ કરવા ખાસ તૈયારીમાં લાગ્યા છે. ફીટનેશની સાથે-સાથે તેણે એક જાણીતી કંપની પાસે વિશેષ બૅટ તૈયાર કરાવ્યું છે. ધોનીએ 1160 ગ્રામના 4 બૅટને તૈયાર કરાવ્યા છે. આ પહેલા તેઓ 1180 ગ્રામના બૅટ સાથે પીચ પર ઉતરતા હતા.

ધોનીએ વિશ્વકપમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરવા તૈયાર કરાવ્યુ સ્પેશિયલ બેટ!

બૅટ બનાવનારે જણાવ્યુ છે કે, ઈન્ડિયાની ટીમ જે ગ્રાઉન્ડ પર મેચ રમશે તેને ધ્યાનમાં રાખીને બૅટને બનાવવામાં આવ્યા છે. આ વખતે ધોની વજનમાં હલકા બૅટનો ઉપયોગ કરશે. આ ઉપરાંત આ કંપનીએ દક્ષિણ આફ્રિકાના ખેલાડી હાશિમ અમલા માટે પણ બૅટ બનાવી મોકલ્યું છે. તો વીડિયોમાં સાંભળો ધોનીના બૅટની વિશેષતા...

ABOUT THE AUTHOR

...view details