ગુજરાત

gujarat

By

Published : Jun 20, 2019, 10:06 AM IST

ETV Bharat / sports

બે વર્ષ બાદ ટકરાશે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ, રોમાંચક હશે આ મેચ

સ્પોર્ટસ ડેસ્કઃ આજની મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા 5 વખતની વર્લ્ડ ચેમ્પિયન છે. આજે બપોરે ત્રણ વાગ્યે બનેં ટીમો આમને સામને હશે. જ્યારે મહત્વની વાત કરીએ તો આ બનેં ટીમ 2 વર્ષ બાદ એક બીજા સામે મેચ રમશે. આ પહેલા જૂન 2017માં બંને ટીમ વચ્ચે મેચ રમાણી હતી પણ મેચમાં વરસાદના કારણે પરિણામ આવ્યુ ન હતુ.

Ausvsban

આ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા 4 મેચ જીત્યુ છે, જ્યારે બાંગ્લાદેશ 2 જ મેચ જીત્યુ છે, અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા અને બાગ્લાદેશ સામસામે 21 મેચ રમ્યા છે જેમાં 18 મેચ ઓસ્ટ્રેલિયા જીત્યુ છે જ્યારે માત્ર 1 મેચ બાંગ્લાદેશ જીત્યુ છે, જ્યારે વર્લ્ડકપની વાત કરીએ તો, બનેં ટીમો અત્યાર સુધી 3 મેચોમાં આમને સામને આવી છે, જેમાં 2 મેચ ઓસ્ટ્રેલિયા જીત્યુ છે, જ્યારે બાંગ્લાદેશ એક પણ મેચ જીત્યુ નથી, જ્યારે એક મેચનું પરિણામ આવ્યું ન હતુ.

આજના મેચની વેધરની વાત કરીએ તો વાદળ છાયુ વાતાવરણ રહેશે, પરંતુ વરસાદની સંભાવના નહિવત જેવી છે, જ્યારે આજની મેચમાં પિચ બેટ્સમેનોને મદદ કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details