ગુજરાત

gujarat

ETV Bharat / sports

ધોનીના ગ્લવ્સ પર પાકિસ્તાનના પ્રધાનની તીખી પ્રતિક્રિયા, તો ધોનીના સમર્થનમાં પાકિસ્તાની લેખક - fawad hussain

ન્યુઝડેસ્ક: ધોનીના ગ્લવ્સ પર અર્ધલશ્કરી દળ( પેરામિલિટ્રી)નું ચિન્હ ભલે પ્રશંસકોમાં લોકપ્રિય થઇ રહ્યું હોય ,પણ ICCએ આ નિયમના વિરૂદ્ધનું ગણાવીને ગુરૂવારના રોજ BCCIને આ ચિન્હ હટાવવાની અપિલ કરી છે.

મહેન્દ્રસિંહ ધોની

By

Published : Jun 7, 2019, 2:52 PM IST

World Cup 2019માં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચ દરમિયાન અર્ધલશ્કરી દળ( પેરામિલિટ્રી)નું ચિન્હ પોતાના ગ્લવ્સમાં લગાવ્યું હતું. ત્યારે આ મામલે પાકિસ્તાન સરકારના મંત્રીએ પણ આ મામલે ટ્વીટ કર્યું છે.

પાકિસ્તાન સરકારના વિજ્ઞાન મંત્રી ચૌધરી ફવાદ હુસૈને આ મામલે ટ્વીટ કરતા લખ્યું હતું કે, " ધોની ઇંગલેન્ડમાં ક્રિકેટ રમવા ગયા છે, કાંઇ મહાભારત માટે નહી. ભારતીય મીડિયામાં આ શું ચાલી રહ્યું છે? મીડિયાનો એક વર્ગ યુદ્ધથી એટલો પ્રભાવિત છે કે, તેઓને 'સીરિયા, અફઘાનિસ્તાન અથવા રાવંડા મોકલી દેવા જોઇએ'

પાકિસ્તાની લેખક તારેક ફતેહનું ટ્વીટ

આ પહેલા દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ વર્લ્ડ કપ મેચમાં ધોનીએ વિકેટકીપિંગ ગ્લવ્સ પર તમામ લોકોની નજર ગઇ હતી, જ્યારે કેમેરા દ્વારા ધોનીના ગ્લવ્સ પર નજર ગઇ હતી. જેના પર અર્ધ લશ્કરી દળનું 'બલીદાન બેજ'નું ચિન્હ લગાવવામાં આવ્યું હતું. જો કે આ પહેલા પણ ધોનીએ આ ગ્લવ્સ પહેર્યા હશે. પણ વર્લ્ડ કપની મેચ દરમિયાન લોકોની નજર પડતા સોશિયલ મીડિયામાં લોકોએ ધોનીની પ્રશંશા કરવાનું શરૂ કરી દીધું હતું. પણ ICC દ્વારા આ ઘટનાને નિયમ વિરૂદ્ધનું ગણાવીને આ ગ્લવ્સને ન પહેરા અંગે જણાવ્યું હતું.

પાકિસ્તાનના વિજ્ઞાન પ્રધાન ચૌધરી ફવાદ હુસૈનનું ટ્વીટ

એવામાં આ સમગ્ર ઘટનાનો વિરોધ ન માત્ર ભારતીય ફેન્સે જ કર્યો પણ કેટલીક હસ્તીઓએ પણ કર્યો હતો. જેમાના એક પાકિસ્તાનના લેખક જે માત્ર પાકિસ્તાનમાં જ નહી પણ ભારતમાં પણ ખુબ જ પ્રખ્યાત છે, એવા તારક ફતેહે પણ આ અંગે ટ્વીટ કર્યું હતું, જેમાં તેઓએ ટ્વીટમાં પાકિસ્તાન ટીમ દ્વારા મેદાનમાં નમાઝ અદા કરી રહ્યાં હોય તેવો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે, ICCને પાકિસ્તાનની ટીમ સાથે કોઇ મતભેદ ન લાગ્યો જ્યારે તેઓ ક્રિકેટ ફિલ્ડમાં નમાઝ અદા કરી રહ્યાં હતા, તે નિયમોનું ઉલ્લંઘન નથી, પણ ધોનીએ સૈન્ય દળનું ચિન્હ પોતાના ગ્લવ્સમાં લગાવ્યું તેનાથી તેમને તકલીફ છે.

આ પહેલા પણ અફઘાનિસ્તાનની ટીમ દ્વારા ક્રિકેટ ફિલ્ડ પર નમાઝ અદા કરવામાં આવી હતી. ત્યારે તે સમગ્ર ઘટનાને ખુબ વિરોધ થયો હતો. તે સમયે અફઘાનિસ્તાન ટીમના કોચ ઇજ-મામુલ- હક હતા.

ABOUT THE AUTHOR

...view details