શમીએ મેચની છેલ્લી ઓવરમાં અફઘાનિસ્તાનના મોહમ્મદ નબી, આફતાબ આલમ અને મુજીબ-ઉર રહેમાનને પોતાનો શિકાર બનાવ્યા હતા અને આ વર્લ્ડ કપના ઈતિહાસમાં પોતાનું નામ શામેલ કર્યું હતું. શમીએ 9.5 ઓવરમાં બોલિંગ કરીને 40 રન આપી 4 વિકેટ ઝડપી હતી. તો ચાલો જાણીએ વર્લ્ડ કપના ઈતિહાસમાં કોણે અને કયારે હૈટ્રિક લીધી છે.
ચેતન શર્મા
વર્લ્ડ કપમાં પ્રથમ હૈટ્રિક લેવાનું આ સૌભાગ્ય ભારતના ફાસ્ટ બોલર ચેતન શર્માના નામે છે. 1987 માં વર્લ્ડ કપના ચોથા સિઝનમાં શર્માએ ન્યૂઝીલેન્ડ સામે આ હેટ્રિક લીધી હતી. નાગપુરમાં રમાયેલી 24 મી મેચમાં શર્માએ કેન રધરફોર્ડ, ઇયાન સ્મિથ અને એવન્યુ ચૈટફિલ્ડને બોલ્ડ કરીને પ્રથમ હેટ્રિક પોતાને નામે કરી હતી. આ મેચ ભારત 9 વિકેટથી જીત્યું હતું. આ મેચમાં સુનીલ ગાવસ્કરે પણ તેની પ્રથમ સદી ફટકારી હતી.
સકલૈન મુશ્તાક
પ્રથમ હૈટ્રિક જ્યાં 1987માં મળી હતી તો બીજી હૈટ્રિક માટે 12 વર્ષો સુધી રાહ જોવી પડી હતી. 1999માં પાકિસ્તાના સ્પીનર બોલર સરલૈન મુશ્તાકે પ્રથમ હેનરી ઓલોંગાને સ્ટંપ આઉચ કર્યો હતો, જેના બાદ એડમ હકલ અને પછી પમેલેલો બંગવાને આઉટ કરી પોતાની હૈટ્રિક લીધી હતી.
ચમિંડા વાસ
વર્ષ 2003માં 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડેના દિવસે બાંગ્લાદેશ વિરુદ્ધ હૈટ્રિક લીધી હતી સાથે સાથે ઈતિહાસ પણ રચ્યો હતો. વાસે બાંગ્લાદેશ વિરુદ્ધની મેચમાં પ્રથમ ઓવરના પ્રથમ ત્રણ દડા પર જ હેટ્રિક લીધી. આ સાથે તે વન-ડે ઇતિહાસમાં પ્રથમ ત્રણ દડા પર હેટ્રિક લેનાર પ્રથમ ખેલાડી બન્યો હતો.