વર્લ્ડકપની હોટફેવરિટ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રવિવારે રમાશે. આ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પત્રકારો સાથે વાત કરી હતી. વિરાટે કહ્યું હતું કે, તેઓ માત્ર TRP માટે કોઈ પણ નિવેદન આપશે નહીં. આ ઉપરાંત, તેઓ પોતાનું ધ્યાન ઝડપી બોલર મોહમ્મદ આમિરની સાથે થઈ રહેલી તેમની વ્યક્તિગત પ્રતિસ્પર્ધા પર કેન્દ્રીત નહીં કરે. કોહલીએ ઉમેર્યુ કે, કોઈ પણ બોલરની તાકાતની કદર કરવી જોઈએ તેમજ બોલર સામે રન બનાવવા પોતાની ક્ષમતા પર ભરોસો હોવો જોઈએ. હું માત્ર વ્હાઈટ અને રેડ બોલ પર મારુ ધ્યાન આપુ છું. બીજા 10 ખેલાડીઓનું પ્રદર્શન મેચના પરિણામ પર અસર પાડી શકે છે. બોલિંગના ક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવશે કે નહીં તે અંગે વિરાટે કંઈ પણ કહ્યુ નહોતું. પરિસ્થિતિ પ્રમાણે અલગ-અલગ બોલર્સને બોલિંગ કરવા ઉતારવામાં આવશે.
ભારત-પાક મેચ પહેલા ટીમ પર કોઈ માનસિક દબાણ નથી :વિરાટ કોહલી - india vs pakistan
ન્યુઝ ડેસ્કઃ ICC વર્લ્ડકપમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે રવિવારે મુકાબલો થશે. શનિવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં વિરાટ કોહલીએ કહ્યુ હતું કે, ટીમના ખેલાડીઓને મેચ માટે કોઈ માનસિક દબાણ નથી. જે રીતે બીજી ટીમ સાથે મેચ હોય એવી જ રીતે માનસિક સ્થિતિ છે. તેમણે જણાવ્યું કે, TRP માટે હું કંઈ બોલીશ નહીં.
ડ્રેસિંગ રુમની સ્થિતિનો ચિતાર આપતા કોહલીએ જણાવ્યુ કે, દરેક ખેલાડીની માનસિક સ્થિતી એવી જ છે જેવી બીજી કોઈ વન ડે મેચ પહેલા હોય છે. ખેલાડીઓ પર કોઈપણ જાતનું પ્રેશર નથી. અમે દરેક મેચની જેમ જ આ મેચમાં પ્રદર્શન કરીશું. ભારત અને પાકિસ્તાનની ટીમના પરફોર્મન્સની વાત કરીએ તો ભારત વર્લ્ડકપ 2019માં અત્યાર સુધીની એક પણ મેચ હાર્યા નથી. જ્યારે બંન્ને ટીમો વચ્ચે ICC ચેપિયન્સ ટ્રૉફીમાં પાકિસ્તાનના બોલર આમિરે શિખર ધવન, રોહિત શર્મા અને કોહલીને પહેલા 9 ઓવરમાં જ પેવેલિયન ભેગા કરી દીધા હતાં. આ મેચમાં ભારતનો 180 રને પરાજય થયો હતો. ત્યારપછી આમિરનું પરફોર્મન્સ નબળુ પડયું હતું. પરંતુ ઑસ્ટ્રેલિયાની પાંચ વિકેટો લઈ તેમણે ભારતીય બેેેટ્સમેનનોની ચિંતામાં વધારો કર્યો છે.