- મહેન્દ્ર સિંહ ધોનીની ટીમે ચોથી વાર ચેમ્પિયન
- KKRની મજબુત ઓપનીંગ જોડી રહી
- ચેન્નઈને વળતા પાણી કરવા માટે તમામ બોલરોનું શાનદાર પ્રદર્શન
- IPLમાં સૌથી વધારે રન બનાવનાર CSKનો ગાયકવાડ
દુબઈ:મહેન્દ્ર સિંહ ધોનીની (MS DHONI) ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 27 રનથી હરાવીને ફાફ ડુ પ્લેસીની આકર્ષક અડધી સદી અને બોલરોની શાનદાર વાપસીને પગલે ચોથી વખત ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નો ખિતાબ જીત્યો છે.
ચેન્નાઈએ ત્રણ વિકેટે 192 રનનો મજબૂત સ્કોર બનાવ્યો
ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ચેન્નાઈએ ત્રણ વિકેટે 192 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જવાબમાં કેકેઆર સારી શરૂઆતનો લાભ લઈ શક્યું ન હતું અને નવ વિકેટે માત્ર 165 રન જ બનાવી શક્યું હતું. ફાફ ડુ પ્લેસિસે (Faf du Plessis)59 બોલમાં 86 રન બનાવ્યા હતા, જેમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થતો હતો, તે પહેલા ત્રીજી ઓવરમાં જીવનદાન મેળ્યા બાદ ઇનિંગના છેલ્લા બોલ પર આઉટ થયા હતા. દક્ષિણ આફ્રિકાના અનુભવી બેટ્સમેને રૂતુરાજ ગાયકવાડ(Ruturaj Gaekwad) (27 બોલમાં 32) સાથે પ્રથમ વિકેટ માટે 61 અને રોબિન ઉથપ્પા (15 બોલમાં 31, ત્રણ છગ્ગા) સાથે બીજી વિકેટ માટે 63 રન જોડ્યા અને મોઇન અલી (20 બોલમાં અણનમ 37) સાથે ત્રીજી વિકેટ માટે 68 ની ઉપયોગી ભાગીદારી.
આ પણ વાંચોઃCHETESHWAR PUJARA EXCLUSIVE: ધોની સાથે ફરી રમવા અને શિખવા માટે ઉત્સાહિત છું
ચેન્નઈને બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી
શુભમન ગિલ (43 બોલમાં 51, છ ચોગ્ગા) અને વેંકટેશ અય્યર (32 બોલમાં 50, પાંચ ચોગ્ગા, ત્રણ છગ્ગા) એ KKR ને પ્રથમ વિકેટ માટે 91 રન ઉમેરીને મજબૂત શરૂઆત અપાવી પરંતુ પછી 34 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી. બે ઓપનર સિવાય, નીચલા ક્રમમાં માત્ર શિવમ માવી (20) અને લોકી ફર્ગ્યુસન (અણનમ 18) બે અંક સુધી પહોંચ્યા, જેણે માત્ર હારના માર્જિનમાં ઘટાડો કર્યો. ચેન્નઈને વળતા પાણી કરવા માટે તમામ બોલરો - શાર્દુલ ઠાકુર (38 રનમાં 3), જોશ હેઝલવુડ (29 રનમાં 2), રવિન્દ્ર જાડેજા (37 રનમાં 2), ડ્વેન બ્રાવો (29 રનમાં 1) અને દીપક ચાહર (32 રનમાં એક) મહત્વની ભૂમિકા ભજવી છે.
કેકેઆર અત્યાર સુઘી બે વખત ચેમ્પીયન બન્યુ
ચેન્નાઈએ આ પહેલા 2010, 2011 અને 2018 માં ખિતાબ જીત્યા હતા જ્યારે કેકેઆર 2012 અને 2014માં પોતાના ખિતાબમાં વધારો કરી શક્યું ન હતું. મુંબઈ ઈન્ડિયન્સ સૌથી વધુ પાંચ વખત ચેમ્પિયન બન્યું છે. કેપ્ટન તરીકે ટી -20 માં પોતાની 300 મી મેચ રમી રહેલા ધોનીએ તેને ચોથા ખિતાબ સાથે ઉજવ્યો. ગત વર્ષે ચેન્નાઈ પ્રથમ વખત પ્લેઓફમાં પહોંચ્યું ન હતું પરંતુ આ વખતે તેઓએ શાનદાર વાપસી કરી. ધોનીએ બીજી ઓવરમાં જ અય્યરનો કેચ છોડ્યો અને બેટ્સમેને તેનો ફાયદો ઉઠાવ્યો અને હેઝલવુડ પર સિક્સર ફટકારી. આ પછી, તેણે ચોગ્ગાની ફટકા માર્યા અને પાવરપ્લે સુધી KKRનો સ્કોર 55 રન સુધી લઈ ગયો. લોન્ગ ઓન પર સિક્સર ફટકારીને જાડેજાનું સ્વાગત કર્યું અને તે જ બોલરની આગલી ઓવરમાં એક સિક્સર બાદ એક રન લઈને 31 બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી.