ગુજરાત

gujarat

ETV Bharat / sports

ઇંગ્લેન્ડે ધમાકેદાર જીત સાથે ફાઈનલમાં કરી એન્ટ્રી, ઓસી આઉટ - Jason Roy

સ્પોર્ટ્સ ડેસ્ક: ICC વિશ્વકપમાં એજબેસ્ટન મેદાન પર રમાયેલી બીજી સેમીફાઈન મેચમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવીને ઇંગ્લેન્ડ વિશ્વકપની ફાઈનલમાં એન્ટ્રી કરી છે. 1992ની બાદ પ્રથમ વાર ઇંગ્લેન્ડ વિશ્વકપની ફાઈનલમાં પહોંચી છે.

સ્પોટ ફોટો

By

Published : Jul 11, 2019, 10:23 PM IST

ઇંગ્લેન્ડે ધમાકેદાર શરૂઆત કરી હતી. જોની બેયરસ્ટોએ 85 રન ફટકાર્યા હતા. જો રુટ અને મોર્ગન 45 રન બનાવીને અણનમ રહ્યા હતા.

આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા 48 ઓવરમાં 223 રને સમેટાઈ ગઈ હતી. સ્મિથે 119 બોલમાં 85 રન અને અલેક્સ કેરીએ 70 બોલમાં 46 રન બનાવ્યા હતા. ઇંગલેન્ડ માટે ક્રિસ વોક્સ અને આદિલ રાશિદે 3-3 અને આર્ચરે 2 વિકેટ ઝડપી હતી.

ઉલ્લેખનીય છે કે, ફાઈનલમાં ઇંગ્લેન્ડની ટક્કર ન્યૂઝીલેન્ડની સામે થશે. ન્યૂઝીલેન્ડ ભારતને હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details