ટીમ ઈન્ડિયાએ બીજા દિવસે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં પહોંચી ગ્રાઉન્ડમાં ખૂબ પ્રેક્ટિસ કરી. દરમિયાન વિરાટ કોહલીએ કહ્યું કે પિંક બૉલથી રમવુ ખૂબ જ રોમાંચક રહ્યું. તેનાથી પ્રેક્ટિસ પણ કરી. પિન્ક બૉલથી પીચ કેવો પ્રતિભાવ આપે છે તે જોવુ રસપ્રદ રહેશે. તેમજ બૉલરને કેટલો સપોર્ટ મળે છે. તે જોવુ જરૂરી છે.
ટેસ્ટ મેચ પહેલા કોહલીએ કહ્યું- યુવાનો પાસે નેટ પ્રેક્ટિસની ઉત્તમ તક - ક્રિકેટ મેચ
મધ્યપ્રદેશઃ ભારત બાંગ્લાદેશની પ્રથમ ટેસ્ટ મેચ ઈન્દોરમાં રમાશે. આ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ ખૂબ મહેનત કરી રહી છે. ઈન્દોર પહોંચ્યા બાદ બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ મેદાનમાં પહોંચી પ્રેક્ટિસ કરી હતી. કેપ્ટન કોહલી, રોહિત શર્મા સહિતના તમામ ખેલાડીઓ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યાં. આ દરમિયાન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સ કરી હોલ્કર મેદાનના વખાણ કર્યા અને યુવાનો પાસે આજના સમયે ક્રિકેટમાં ઘણી તકો હોવાનું જણાવ્યું હતું.
વિરાટે ઉમેર્યુ કે, હોલકર સ્ટેડિયમ સાથે આપણો ઈતિહાસ સારો છે. અહીં દરેક વખતે જીત્યા છે. જેનાથી એક મોટીવેશન મળે છે.
મેચની ટીકિટોનું વેચાણ ન થવા અંગે જમાવ્યું કે ટી-20 અને વનડેમાં સીટો ક્યારે ખાલી નથી હોતી. એટલે ટેસ્ટની ટિકિટોને મહત્ત્વ કેવી રીતે આપવું. તેમણે એમ પણ કહ્યું કે, ઈન્દોરમાં ક્રિકેટને હંમેશા સારો સપોર્ટ મળ્યો છે. ટીમ લાંબા સમયથી સારૂ પ્રદર્શન કરી રહી છે. મારા સમયે મને નેટ પ્રેક્ટિસ જોવા નથી મળતી. આજના યુવાનો પાસે સારી તક છે કે તેઓ પ્રેક્ટિસ કરી શકે છે. હું ખૂબ જ ઉત્સાહિત થવ છું જ્યારે એક યુવા ખેલાડી અનુભવીને આઉટ કરે.