મેલબર્ન : ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મેલબર્નમાં રમાયેલી ફાઈનલ મેચમાં એક અનોખો રિકોર્ડ બન્યો છે. ફાઈનલ મેચ જોવા માટે 86 હજાર 174 દર્શકો મેદાનમાં પહોચ્યાં હતા. મહિલા ક્રિકેટ મેચમાં દર્શકોની સંખ્યાએ વર્લ્ડ રેકોર્ડ સર્જયો છે સાથે ઓસ્ટ્રેલિયામાં કોઈપણ મહિલા રમતગમતના કાર્યક્રમમાં આ એકઠી થયેલી સંખ્યા સૌથી વધુ છે.
#ICCWomensT20WorldCup : મેલબર્નમાં લાખોની સંખ્યામાં દર્શકો પહોચ્યા, બન્યો વર્લ્ડ રેકોર્ડ - cricketnews
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલા ICC મહિલા વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 85 રનથી હાર આપી પાંચમી વખત વર્લ્ડ કપમાં જીત્યો છે.
વર્ષ 2009માં ઈગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સિડનીમાં રમાયેલી ફાઈનલ મેચમાં 12,714 દર્શકો મેદાનમાં પહોચ્યાં હતા. મહિલા વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 85 રનથી હાર આપી પાંચમી વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે.
ઓસ્ટ્રેલિયાએ T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેલબોર્ન ખાતે ભારતને 85 રને હરાવી પાંચમીવાર ટાઇટલ પોતાના નામે કર્યું છે. ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે 184 રન કર્યા. ભારતીય ટીમ 19.1 ઓવરમાં 99 રનમાં ઓલઆઉટ થઇ હતી.આસ્ટ્રેલિયાની મેગન શટે 4 અને જેસ નોનાસને 3 જ્યારે સોફી મોલિન્યૂક્સ, ડેલિસા કિમિંસ અને નિકોલા કૈરીએ 1-1 વિકેટ ઝડપી હતી.