મેલબર્ન: પ્રથમ વખત મહિલા ટી20 વર્લ્ડ કપનો ખિતાબી જીતવાના ઈરાદા સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મેદાન પર ઉતરી હતી. પરંતુ ICC મહિલા વર્લ્ડ કપના ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 85 રનથી હાર આપી પાંચમી વખત આ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે. આ મુકાબલો એક તરફી રહ્યો હતો ઑસ્ટ્રેલિયાએ તેમની બેટિંગ અને બોલિંગથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઑસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટે 184 રન કર્યા.
મહિલા T-20 વર્લ્ડ કપ: ઓસ્ટ્રેલિયાએ ભારતનું પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું તોડ્યું - gujaratisportsnews
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલા ICC મહિલા વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 85 રનથી પરાજય આપી પાંચમી વખત વર્લ્ડ કપમાં જીત મેળવી છે.
ભારતીય ટીમે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ ફાઈનલમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. એલિસા હેલીએ 71 અને બેથ મૂની અણનમ 78 રન કર્યા હતા હતા. બંને વચ્ચે 155 રનની પાર્ટનરશીપ રહી હતી. જેથી ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 185 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
આ લક્ષ્યનો સામનો કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમ માત્ર 85 રનમાં 5 વિકેટનું નુકસાન થયું હતું. જે ખેલાડી પાસેથી વધુ આશા હતી તેમણે જ નિરાશ કરતા ભારતીય ચાહકો મુશકેલીમાં મુકાયા હતા.. ભારતીય મહિલા ટીમે 19.1 ઓવરમાં 99 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયન ટીમે સતત પાંચમી વખત આ ખિતાબ પોતાના નામે કર્યો છે.