વિરાટ કોહલી 114 અને શ્રેયસ અય્યરની શાનદાર ઈનિંગથી રમી હતી. ભારતે વેસ્ટઈન્ડીઝને ત્રીજા વન-ડે મેચમાં 6 વિકેટે હાર આપી 2-0થી સીરિઝ પર કબ્જો મેળવ્યો હતો.વરસાદના કારણે મેચ 35-35 ઓવરનો કરવામાં આવ્યો હતો. રોહિત શર્મા 10 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે શિખર ધવનને ફેબિયન એલનએ 36 રન પર કેચ આઉટકર્યો હતો. ઋષભ પંત ખાતું ખોલ્યા વગર જ આઉટ થયો હતો. તો વિરાટ કોહલીએ કેપ્ટન ઇનિંગ્સ રમતા કરિયરની 43મી સદી ફટકારી હતી.
શ્રેયસ ઐયર 41 બોલમાં 65 રન કરીને સતત બીજી મેચમાં અર્ધસદી મારી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી હતી. આ પહેલા વેસ્ટઈન્ડીઝે ત્રીજી વન-ડે મેચમાં પ્રથમ બેટિંગ પંસદ કરી હતી. વરસાદના વિલંબને લીધે મેચ 35 ઓવરની કરવામાં આવી હતી. ક્રિસ ગેલે અંતિમ મેચમાં તાબડતોડ 72 રન કર્યા હતા. તો એવિન લુઈસે 43 રન કર્યા હતા.
શિમરોન હેટમાયર 18 રને અને શાઈ હોપ 19 રને પીચ પર રમી રહ્યા હતા. તે પહેલા વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ત્યાર બાદ 15 ઓવરમાં બે વિકેટ ગુમાવી 130 રન કર્યા છે. ક્રિસ ગેલ 72 અને એવીન લુઈસ 43 રન આઉટ થયા હતાં. ફરી શરુ થયેલી મેચમાં વેસ્ટઈન્ડીઝે ભારતને આપ્યો 255 રનનો લક્ષ્ય આપ્યો હતો.