દહેરાદૂન: ઉત્તરાખંડની પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ વસીમ જાફરે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ પર વાત કરતા કહ્યું કે, ધોની જેવા બનવા માટે વ્યક્તિએ સમય-સમય પર પોતાની રમત બદલવાની જરૂર છે.
ઉત્તરાખંડના ક્રિકેટ એસોસિએશન દ્વારા વસીમ જાફરની કોચ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. કોચની નિમણૂક કર્યા બાદ વસીમ જાફર આજે પ્રથમ વખત દહેરાદૂન પહોંચ્યા છે. આ દરમિયાન ઉત્તરાખંડ ક્રિકેટ ટીમના કોચે અભિમન્યુ ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી, ત્યાર બાદ ટીમના કેટલાક વરિષ્ઠ ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી.
ધોની એક મહાન ક્રિકેટરની સાથે યુવાનો માટે એક રોલ મોડેલ પણ છે: વસીમ જાફર જાફરે કહ્યું કે, "ધોની એક મહાન ક્રિકેટરની સાથે સાથે યુવાનો માટે એક રોલ મોડેલ પણ છે. ધોનીએ પોતાની રમવાની રીતમાં ઘણો ફેરફાર કર્યો છે, પરંતુ સમયે સમયે પોતાની રમત બદલી પણ હતી અને તે એક સારા ખેલાડીની નિશાની છે. "
જાફરે સુરેશ રૈનાની નિવૃત્તિ અંગે કહ્યું કે, "રૈના પાસે હજી એક કે બે વર્ષનો સમય હતો. તે વધુ રમી શકતો હતો, પરંતુ હવે જે નિર્ણય લીધો એ આપણે તેનું સન્માન કરવું જોઈએ." વસીમ જાફરે જણાવ્યું હતું કે, કોઈ પણ ખેલાડી એમ-નેમ મોટો ખેલાડી બની શકતો નથી. તેની પાછળ તેની વર્ષોની મહેનત છે. ધોની પણ આવા એક મહાન ખેલાડી છે, જેમણે પોતાની મહેનત અને જુસ્સાથી આ પદ પ્રાપ્ત કર્યું છે. સમયાંતરે, તે તેની રમતને સુધારતા રહેવાની સાથે સાથે તેની રમતની રીત પણ સુધારતો રહ્યો. જેનો લાભ તે ક્રિકેટ ક્ષેત્રે મેળવતો હતો.