હૈદરાબાદ: કોરોના વાઇરસના કારણે સમગ્ર વિશ્વમાં તમામ રમત બંધ છે. આવી સ્થિતિમાં બધા ખેલાડીઓ પોતપોતાના ઘરે છે. ત્યારે તેઓ સોશિયલ મીડિયા દ્વારા તેમના સાથી ખેલાડીઓ સાથે લાઇવ ચેટ કરી રહ્યા છે. ત્યારે ડેવિડ વોર્નરે જોની બેયસ્ટોની સાથે લાઇવ ચેટ દરમિયાન વિરાટ કોહલીની મજાક ઉડાવી હતી.
એક વખત પણ IPL ટ્રોફી નહીં જીતવા બદલ વોર્નરે કોહલીની મજાક ઉડાવી - David Warner and Johnny Beasto live chat
કોરોના વાઇરસના કારણે સમગ્ર વિશ્વમાં તમામ રમત બંધ છે. આવી સ્થિતિમાં બધા ખેલાડીઓ પોતપોતાના ઘરે છે. ત્યારે તેઓ સોશિયલ મીડિયા દ્વારા તેમના સાથી ખેલાડીઓ સાથે લાઇવ ચેટ કરી રહ્યા છે. ત્યારે ડેવિડ વોર્નરે જોની બેયસ્ટોની સાથે લાઇવ ચેટ દરમિયાન વિરાટ કોહલીની મજાક ઉડાવી હતી.
બંનેએ અનેક મૂદ્દાઓ પર વાત કરી હતી. ત્યારે વાતચીત દરમિયાન વોર્નરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીની મજાક ઉડાવી હતી. એક વાર પણ આઇપીએલનો ખિતાબ ન જીતવા બદલ તેણે કોહલીની મજાક ઉડાવી હતી. ઉલ્લેખનીય છે કે, ડેવિડ વોર્નર અને વિરાટ કોહલી બંને સારા મિત્રો છે. થોડા સમય પહેલા જ બન્નેએ સોશિયલ મીડિયા પર એકબીજાની મજાક ઉડાવી હતી. વોર્નર અને બેયસ્ટોએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આજ સુધી આઇપીએલ ટ્રોફી જીતી શકી નથી તે અંગે સવાલો પણ ઉઠાવ્યા હતા અને વોર્નરે કહ્યું કે અલબત્ત એમ કહી શકાય કે આરસીબી આઇપીએલની સૌથી ખરાબ પ્રદર્શન કરનારી ટીમ છે.
તેમજ તેમણે વધુમાં કહ્યું હતું કે RCBમાં વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, ક્રિસ ગેલ અને બીજા પણ કેટલાય દિગ્ગજ ખેલાડીઓ તેમની ટીમમાં હતા, તેમ છતાં તેઓ હજી સુધી એક પણ સિઝન જીતી શક્યા નથી. તેઓ અત્યાર સુધીમાં બે વખત ફાઇનલ જરૂર રમી ચૂક્યા છે. પરંતુ મોટે ભાગે તે ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પણ પહોંચી શક્યા નથી.