ખાવાના શોખીન વિરાટ કોહલીએ કહ્યું ક્રિકેટ છોડ્યા બાદ તે કુકિંગ પર ધ્યાન આપશે. કોહલીએ જણાવ્યું કે તેને બટર ચિકન અને છોલે ભટોરે ખબુ જ પસંદ છે.
નિવૃતિ બાદ શું કરશે કોહલી?, આ રહ્યો રસપ્રદ અહેવાલ... - વિરાટ કોહલી
મુંબઈઃ ભારતીય ક્રિકેટના કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું કે તે ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ શું કરશે. તેમણે કહ્યું કે ક્રિક્ટ છોડ્યા બાદ તે કુકિંગ શીખશે. કોહલીએ અનેક વખત મીડિયા સામે કહ્યું છે કે તે ખાવાના ખુબ જ શોખીન છે, પરંતુ ફીટનેસને કારણે તેમણે અનેક ખાવાની વસ્તુ ત્યજવી પડે છે.
trtrt
કેપ્ટન કોહલીએ કહ્યું કે, ' હું બાળપણથી જ ખાવાનો શોખીન છું. મને આલગ અલગ વાનગીઓ ખુબ જ પસંદ છે. બાળપણમાં હું ખુબ જંક ફુડ ખાતો હતો. બાદમાં હું ટ્રાવેલિંગ કરવા લાગ્યો અને અલગ અલગ જગ્યાઓ પર વિવિધ પ્રકારની વાનગીઓ ખાવા લાગ્યો.'
વધુમાં તેમણે કહ્યું કે, 'હું વાનગીઓ બનાવતો નથી પંરતુ મને સ્વાદની ઓળખ છે. મને ખબર પડે છે કે કોઈ વાનગી કેટલી સારી રીતે પકવેલી છે. જ્યારે હું ક્રિકેટ છોડી દઈશ ત્યારે હું ખાવાનું બનાવવાનું પણ શીખીશ.'