નવી દિલ્હી: સંજીવ ગુપ્તાએ ફરિયાદમાં કહ્યું કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સ્પોર્ટ્સ એલએલપી અને કોરટનસ્ટોન પાર્ટનર એલએલપી એમ બે કંપનીમાં ડિરેક્ટર છે. વિરાટ ઉપરાંત અમિત અરૂણ સજદેહ પણ સ્પોર્ટ્સ એલએલપીમના ડિરેક્ટર છે. જ્યારે કોરટનસ્ટોનમાં કોહલી અને અમિત સિવાય બિનોય ભરત ખીમજી એમ ત્રણ ડિરેક્ટર છે.
કોહલી પર હિતોના ટકરાવનો આરોપ, ગુપ્તાએ BCCI લોકપાલને લખ્યો પત્ર - ગુપ્તાએ બીસીસીઆઈ લોકપાલને લખ્યો પત્ર
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સતત ફરિયાદોને BCCIએ ષડયંત્ર ગણાવ્યું છે. હાલમાં જ એક વ્યક્તિએ BCCI લોકપાલને પત્ર લખીને કોહલીની ફરિયાદ કરી હતી. ફરિયાદી સંજીવ ગુપ્તાએ કહ્યું કે કોહલીની કંપનીએ લોઢા સમિતિની ભલામણોનું ઉલ્લંઘન કર્યું છે.
વિરાટ કોહલી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે, કેટલાક સમયથી કોહલી સામે સતત ફરિયાદો કરવામાં આવી રહી છે. જેથી લાગે છે કે, કેટલાક લોકો જાણી જોઈને કોહલી સામે કાવતરું કરી રહ્યાં છે. આ ફરિયાદોથી લાગે છે કે, કોઈ ટીમ ઈન્ડિયાના કેપ્ટનને નુકસાન પહોંચાડવા માગે છે. આ લોકો કોહલીથી ખુશ નથી.
જેથી આ પ્રકારની ફરિયાદો તરફ ધ્યાન આપવું એ કોહલી સામેના ષડયંત્રને પ્રોત્સાહન આપવા બરાબર છે.