ગુજરાત

gujarat

ETV Bharat / sports

ઉમરગામ-નારગોલનું ગૌરવ રણજી પ્લેયર અરઝન નાગવાસવાલાએ ખેલાડીઓને ટ્રેનિંગ આપી - Ranji player Arjun Nagwaswala

કોરોના વાઇરસ અંતર્ગત લોકડાઉનના નિયમો હળવા કરાતા નારગોલના અતિ સુંદર અને રમણીય દરિયા કિનારે ગુજરાત ક્રિકેટ બોર્ડ દ્વારા રણજી ટ્રોફીમાં નિમણૂક થયેલા અરઝન રોહિંગટન નાગવાસવાલાએ નાના બાળકોને સીઝન ક્રિકેટ અંગેની માહિતી તેમજ કસરત અને ક્રિકેટ રમવાના નવા દાવપેચ સાથે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Ranji player Arjun Nagwaswala trains players
ઉમરગામ-નારગોલનું ગૌરવ એવા રણજી પ્લેયર અરઝન નાગવાસવાલાએ ખેલાડીઓને ટ્રેનિંગ આપી

By

Published : May 25, 2020, 4:39 PM IST

દમણઃ કોરોના વાઇરસ અંતર્ગત લોકડાઉનના નિયમો હળવા કરાતા નારગોલના અતિ સુંદર અને રમણીય દરિયા કિનારે ગુજરાત ક્રિકેટ બોર્ડ દ્વારા રણજી ટ્રોફીમાં નિમણૂક થયેલા અરઝન રોહિંગટન નાગવાસવાલાએ નાના બાળકોને સીઝન ક્રિકેટ અંગેની માહિતી તેમજ કસરત અને ક્રિકેટ રમવાના નવા દાવપેચ સાથે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

ઉમરગામ-નારગોલનું ગૌરવ એવા રણજી પ્લેયર અરઝન નાગવાસવાલાએ ખેલાડીઓને ટ્રેનિંગ આપી

છેલ્લા બે વર્ષમાં અરઝન નાગવાસ વાલાએ 16 મેચમાં 62 વિકેટ લઇ ગુજરાતમાં સારા બોલર તરીકે ગુજરાત રણજી ટ્રોફી ટીમમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. નારગોલના ક્રિકેટ ગ્રાઉન્ડમાં નાનપણથી સખત મહેનત કરી બે વર્ષ અગાઉ ગુજરાત ક્રિકેટ બોર્ડ દ્વારા થયેલા સિલેક્શનમાં અરઝન નાગવાસવાલા સિલેક્ટ થયા બાદ અંડર-19 અને 23માં રમવાની તક મળી હતી, જેમાં તેઓએ સારી બોલિંગ કરી હતી. જેથી તેમને ગુજરાત રણજીત ટ્રોફી મેચમાં રમવાની તક મળી હતી. તેમણે ઉમરગામ તાલુકાનું ગૌરવ વધાર્યું છે. રણજી પ્લેયર અરઝન નાગવાસવાલાના જણાવ્યાં મુજબ એમની ક્રિકેટ રમવાની સફરમાં નારગોલ બંદર વિસ્તારના રહેવાસી અને રણજી ખેલાડી કિરણ ટંડેલનો સપોર્ટ મહત્વનો છે. કિરણ ટંડેલે અરઝનને સૌથી પહેલા નારગોલ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાડી ક્રિકેટની પૂરી તાલીમ, ટિપ્સ અને માર્ગદર્શન પુરૂં પાડી જીવનમાં એક ગુરૂની ભૂમિકા ભજવી છે. એક પણ રૂપીયા લીધા વગર અરઝનનું જીવન સાર્થક બનાવ્યું હતું. જેનાથી પ્રોત્સાહિત થઈ ઘણા નાના બાળકો અને યુવાનો નારગોલ ખાતેના ગ્રાઉન્ડ ઉપર કોચ કિરણ ટંડેલ પાસે પ્રશિક્ષણ લેવા આવતા હતાં. આ વિસ્તારમાં ક્રિકેટ કોચ કિરણ ટંડેલ ક્રિકેટપ્રેમીઓમાં આગવું નામ ધરાવે છે. ત્યારે હાલના લોકડાઉનમાં પોતાના વિસ્તારના અન્ય ખેલાડીઓ પણ પોતાની પ્રતિભા બતાવી શકે તે માટે કિરણ ટંડેલ અને અરઝન નાગવાસવાલાએ લોકડાઉનના નિયમો હળવા થતા ખેલાડીઓને માર્ગદર્શન આપવા ખાસ કેમ્પનું આયોજન કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details