મેલબર્ન : ટેસ્ટ ક્રિકેટમાં ફરી ટોંચનું સ્થાન મળતાની સાથે જ ઓસ્ટ્રેલિયાઇ ટીમના કોચ જસ્ટિન લેંગરે કહ્યું કે, તેની અસલી પરીક્ષા તો ભારતને તેના હોમટાઉનમાં હરાવવાનું છે.
ભારતીય ટીમને તેના હોમટાઉનમાં હરાવવું છે : જસ્ટિન લેંગર - ભારત
ઓસ્ટ્રેલિયા ટીમના કોચ જસ્ટિન લેંગરે કહ્યું કે, 'અમારો ટાર્ગેટ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં જીત મેળવવો છે, પરંતુ છેલ્લે ભારતને તેના હોમટાઉનમાં હરાવવું છે.’
ભારતીય ટીમને તેના હોમટાઉનમાં હરાવવુ છે : જસ્ટિન લેંગર
ઉલ્લેખનિય છે કે, ઓસ્ટ્રે્લિયાઇ ટીમ હાલમાં ICCએ બહાર પાડેલા નિવેદન મુજબ પ્રથમ સ્થાન હાંસિલ કર્યુ છે. આ તકે પ્રથમ રહેલી ભારતીય ટીમ સરકીને ત્રીજા સ્થાન પર પહોંચી છે.
મહત્વનું છે કે, 2016માં ભારતે સતત 12 ટેસ્ટ મેચ જીતી હતી જેના પગલે ICCની ટેસ્ટ રેકિંગમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યુ હતુ. જે હાલમાં ગુમાવવાનો વારો આવ્યો છે.