ગુજરાત

gujarat

ETV Bharat / sports

INDIA VS WEST INDIES: આજે બીજી વન ડે મેચ, ગેલ ત્રીપલ સેન્ચુરી ફટકારશે જુઓ કઇ રીતે - SECOND ODI MATCH

ત્રિનિદાદ: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે ત્રિનિદાદમાં ત્રણ વન ડે મેચ સીરીઝની બીજી વન ડે મેચ રમાશે. આ પહેલાની પ્રથમ મેચ વરસાદને કારણે રદ થઇ હતી. આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ ત્રીપલ સેન્ચુરી ફટકારશે. જે આજની મેચ રમી પોતાની 300 વન ડે મેચ રમવા મેદાન પર ઉતરશે. આ સાથે જ 300 મેચ રમનાર ક્રિસ ગેલ પ્રથમ કેરેબિયન ક્રિકેટર હશે.

INDIA VS WEST INDIES: આજે બીજી વન ડે મેચ

By

Published : Aug 11, 2019, 9:43 AM IST

Updated : Aug 11, 2019, 10:01 AM IST

વેસ્ટ ઇન્ડિઝ તરફથી ક્રિસ ગેલ 37.80ની એવરેજ અને 86.97ની સ્ટ્રાઇક રેટ સાથે 10,397 રન ફટકાર્યા છે. તેને અત્યાર સુધીમાં વન ડે કેરિયરમાં 25 શતક અને 53 અર્ધ શતક ફટકાર્યા છે.

ગેલની પાસે સાઉથ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર એબી ડિવિલિયર્સનો રેકોર્ડ તોડવાની તક છે. આ બંને ક્રિકેટરે 25 શતક ફટકાર્યા છે. ગેલને તે રેકોર્ડ તોડવાની તક છે.

આ ઉપરાંત તેને વેસ્ટ ઇન્ડિઝના જ દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારાનો રેકોર્ડ તોડવાની પણ તક છે. લારા સૌથી વધુ રન બનાવનાર કેરેબિયન પ્લેયર છે. તેને વન ડે ક્રિકેટમાં 10,405 રન બનાવ્યા છે. જ્યારે ગેલ આ રેકોર્ડ તોડવાથી 9 રન જ પાછળ છે.

ભારતની સંભવીત ટીમ:

ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, શ્રેયસ ઐયર,ઋષભ પંત, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, લોકેશ રાહુલ, મનીષ પાંડે, યૂઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની અને ખલીલ અહેમદ

વેસ્ટ ઇન્ડિઝની સંભવીત ટીમ:

વેસ્ટ ઇન્ડિઝ: જેસન હોલ્ડર (કેપ્ટન), ક્રિસ ગેલ, એવીન લુઈસ, શાઈ હોપ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, રોસ્ટન ચેઝ, ફેબિયન એલેન, કાર્લોસ બ્રેથવેટ, શેલ્ડન કોટરેલ, ઓશેન થોમસ અને જોન કેમ્બેલ અને કેમર રોચ


:

Last Updated : Aug 11, 2019, 10:01 AM IST

ABOUT THE AUTHOR

...view details