નવી દિલ્હી : ભારતના સ્ટાર ઝડપી બોલર મોહમ્મદ શમીએ ઇન્સ્ટાગ્રામ પર રોહિત શર્મા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, 2015 વર્લ્ડ કપ બાદ ઇજામાંથી પરત ફરતા તેને સંઘર્ષ કરવો પડ્યો હતો.
શમીએ જણાવ્યું હતુ કે, ' 2015ના વર્લ્ડકપમાં ઇજા પહોંચી હતી, ત્યારબાદ મને ઇજામાંથી પરત ફરતા 18 મહિના લાગ્યા હતા. જે જીવનનો સૌથી મુશ્કેલ સમયગાળો હતો.’
તેઓએ વધુમાં જણાવતા કહ્યું કે, ' જાણી રહ્યા છો કે સમય કેટલો મુશ્કેલ હતો પરિવારની સમસ્યા હતી, ત્યારબાદ IPLના 10 કે 12 દિવસ પહેલા એક્સીડેન્ટ થયુ હતુ. મીડિયામાં અનેક મુદ્દાઓને લઇ ચર્ચામાં રહ્યો હતો.’
આ તકે શમી પોતાને પરત ફરવાને લઇને જણાવતા કહ્યું કે, પરિવારે મહત્વનો ભાગ ભજવ્યો હતો. પરિવારે માત્ર રમવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું. વધુમાં જણાવતા કહ્યું કે જો પરીવારનો સાથ ન મળ્યો હોત તો ક્રિકેટ રમવાનુ છોડી દીધુ હોત. મેં ત્રણ વાર આત્મહત્યા કરવાનો પણ વિચાર કર્યો હતો.