ગુજરાત

gujarat

ETV Bharat / sports

ભારત સામે ઈંગ્લેન્ડ રમશે 5 ટી-20 મૅચની સીરીઝઃ ગાંગુલી - ઈગ્લેન્ડનો ભારત પ્રવાસ

BCCI ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ મંગળવારે કહ્યું કે, ઇંગ્લેન્ડની ટીમ ચાર ટેસ્ટ, ત્રણ વન-ડે અને પાંચ ટી-20 મૅચ માટે ભારતનો પ્રવાસ કરશે.

ભારત સામે ઈંગ્લેન્ડ રમશે 5 ટી-20 મેચની સીરીઝઃ ગાંગુલી
ભારત સામે ઈંગ્લેન્ડ રમશે 5 ટી-20 મેચની સીરીઝઃ ગાંગુલી

By

Published : Nov 25, 2020, 10:43 AM IST

  • ઇંગ્લેન્ડની ટીમ કરશે ભારતનો પ્રવાસ
  • ભારત સામે ચાર ટેસ્ટ, ત્રણ વન-ડે અને પાંચ ટી-20 મૅચ રમશે
  • આવતા વર્ષના પ્રારંભમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે મૅચ

હૈદરાબાદઃ BCCI ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ખુલાસો કર્યો છે કે, ભારત આવતા વર્ષના પ્રારંભમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચ આંતરરાષ્ટ્રીય મૅચ રમશે. ઇંગ્લેન્ડ સામે અમદાવાદમાં ડે-નાઇટ ટેસ્ટ રમવા વિશે ચર્ચા થઈ રહી છે. જો કે, સંપૂર્ણ પ્રવાસના કાર્યક્રમની ઘોષણા હજુ સુધી કરવામાં આવી નથી.

ઘરેલુ સીઝન બહુ જલ્દીથી શરૂ થશે

દેશમાં આંતરરાષ્ટ્રીય અને ઘરેલું ક્રિકેટ ફરી શરૂ થવાની વાત કરતાં ગાંગુલીએ કહ્યું હતું કે, ઘરેલુ સીઝન બહુ જલ્દીથી શરૂ થશે. ઇંગ્લેન્ડની ટીમ ચાર ટેસ્ટ મૅચ, ત્રણ વનડે અને પાંચ ટી -20 મૅચ માટે ભારતનો પ્રવાસ કરી રહ્યું છે. દ્વિપક્ષીય શ્રેણીનું આયોજન કરવું વધુ સરળ છે, કારણ કે લોકોની સંખ્યા ઓછી હોય છે.

ઇંગ્લેન્ડની ટીમ કરશે ભારતનો પ્રવાસ

પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું જરૂરી

તેમણે કહ્યું, 'દ્વિપક્ષીય શ્રેણીનું આયોજન સરળ છે, જોકે, અમારે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખવું પડશે. જ્યારે બે ટીમથી વધુ ટીમો જેમ કે, આઠ ટીમ, નવ ટીમ અને 10 ટીમો હોય ત્યારે મુશ્કેલી વધુ પડે છે. અમારે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું પડશે, કારણ કે, ઘણા લોકો કોરોના વાઈરસની બીજી લહેર વિશે પણ કહી રહ્યા છે.

ભારતની ટીમ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રથમ વન-ડેથી ઓસ્ટ્રેલિયા સામેના પ્રવાસની કરશે શરૂઆત

ગાંગુલીએ વધુમાં કહ્યું કે, "મેં સાંભળ્યું છે કે મુંબઇ અને દિલ્હીમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થયો છે, તેથી અમારે થોડું સાવધાન રહેવું પડશે અને ખાતરી કરવી પડશે કે, બધું વ્યવસ્થિત છે કે નહીં, તેથી અમે તેના પર નજર રાખીશું. ગાંગુલીએ ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ વિશે પણ વાત કરી હતી. ભારતની ટીમે સિડનીમાં મંગળવારે તેની ક્વોરેન્ટાઇન પૂર્ણ કરી છે. ભારત 27 નવેમ્બરના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રથમ વનડેથી ઓસ્ટ્રેલિયા સામેના પ્રવાસની શરૂઆત કરશે.

ઇંગ્લેન્ડની ટીમ કરશે ભારતનો પ્રવાસ

IPL ભારત માટે શું છે તે જોવા માટે ભારતમાં આવવું જોઈએ

BCCI પ્રમુખે કહ્યું કે, "ખેલાડીઓ ફિટ છે અને સ્વસ્થ છે. તેમજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાના કેસ પણ ઓછા છે. જ્યાં સરહદોને પણ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી હતી. હજી પણ, તેઓ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને લઈ વધુ કડક છે, ત્યાં તમામે 14 દિવસ સુધી ફરજીયાત ક્વોરેન્ટાઇન રહેવુ પડે છે. જોકે, ખેલાડીઓનો ક્વોરન્ટાઇનનો સમય પુરો થઈ ગયો છે, એટલે તેઓ હવે રમવા માટે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું, લોકોએ IPLની સફળતા વિશે વાત કરી હતી, ત્યારે મેં તેમને કહ્યું કે, IPL ભારત માટે શું છે તે જોવા માટે તમારે ભારતમાં આવવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details