ગુજરાત

gujarat

ETV Bharat / sports

ટીમ ઈન્ડિયામાં મારા અને યુવરાજ જેવા કમ્પ્લેટ ફિલ્ડર નથી: મોહમ્મદ કૈફ - કમ્પલેટ ફિલ્ડર

કૈફે વર્તમાન ટીમમાં રહેલી ખામીઓ વીશે વાત કરી હતી. કૈફે જણાવ્યું કે, ટીમ ઈન્ડિયા પાસે સારા ફિલ્ડરોનો અભાવ છે. ટીમ ઈન્ડિયામાં હાલ મારા અને યુવરાજ જેવા કમ્પલેટ ફિલ્ડર કોઈ નથી.

Mohammad Kaif
મોહમ્મદ કૈફ

By

Published : May 11, 2020, 11:38 AM IST

નવી દિલ્હી: પોતાના સમયના શ્રેષ્ઠ ફિલ્ડરોમાંથી એક એવા મોહમ્મદ કૈફનું માનવું છે કે, હાલ ભારતીય ટીમમાં તેના અને યુવરાજ સિંહ જેવા સંપૂર્ણ ફિલ્ડર નથી.

કૈફને તેના સમયગાળાની તુલનામાં ભારતીય ટીમની ફિલ્ડિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, વર્તમાન ટીમની નબળાઈઓ વિશે વાત કરી હતી. તેમના જમાનામાં યુવરાજ સિંહ પોઈન્ટ અને કૈફ એક્સ્ટ્રા રહેતા. આ બંનેએ તેની બેટિંગ તેમજ ફિલ્ડિંગને કારણે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનવ્યું હતું.

કૈફે કહ્યું કે, કમ્પલેટ ફીલ્ડર બનવા માટે તમારે કેચ કરવાની ક્ષમતા સારી હોવી જોઈએ. તમારો નિશાન સચોટ હોવું જોઈએ. તમારી દોડવાની ઝડપ વઘું હોવી જોઈએ. ઝડપથી પસાર થતા બોલને રોકવા માટે તમારી પાસે યોગ્ય તકનીક હોવી જોઈએ.

જ્યારે અમે રમતા ત્યારે ફિલ્ડિંગને કારણે મેં અને યુવરાજે પણ પોતાનું સ્થાન બનાવ્યું. આજે તમને ભારતીય ટીમમાં ઘણા સારા ફીલ્ડર જોવા મળશે, પરંતુ મને નથી લાગતું કે, તમને કોઈ ખેલાડી મળે જે કમ્પલેટ ફિલ્ડર હોચ. જે ખેલાડી સ્લિપ પર કેચ કરી શકે, જે શોર્ટ લેગ પર કેચ કરી શકે, જે બાઉન્ડ્રી પર ઝડપી દોડી ફિલ્ડિંગ કરી શકે એવા ખેલાડીનો વર્તમાન ટીમમાં અભાવ છે.

ABOUT THE AUTHOR

...view details