3 જાન્યુઆરીના રોજ સવારે બોલર જસપ્રીત બુમરાહ, સંજૂ સેમસન પણ પહોંચી જશે. જે બાદ બપોરે મનીષ પાન્ડે, શ્રેયસ અય્યર અને શિવમ દુબે એક સાથે પહોંચ્યા હતા. પછી પંત, કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલ સાથે પહોંચ્યા હતા.
શ્રેયસ અય્યર, પંત સહિત સાત ખેલાડીઓ પહોંચ્યા ગુવાહટી - ભારતીય ટીમના ખેલાડીઓ
ગુવાહાટી : ભારતીય ક્રિક્રેટ ટીમને 5 જાન્યુઆરીના રોજ શ્રીલંકાના વિરૂદ્ધ ગુવાહટીમાં 3 મેચની T-20 સિરીઝ રમવાની છે. આ સિરીઝ માટે ભારતીય ટીમના ખેલાડીઓ ગુવાહટી પહોંચી ગયા છે. જો કે, વિરાટ કોહલી સાંજ સુધી ગુવાહટી પહોંચી જશે. આ સિવાય શ્રેયસ અય્યર અને પંત પણ સામેલ છે.
શ્રેયસ અય્યર, પંત સહિત સાત ખેલાડીઓ પહોંચ્યા ગુવાહાટી
ગુવાહટીના લોકપ્રિય ગોપીનાથ બર્દોઇ ઇન્ટરનેશનલ એયરપોર્ટ પર જ્યારે ખેલાડીઓ પહોંચ્યા ત્યારે ચાહલો તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. એયરપોર્ટ પર તેમની માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.એયરપોર્ટથી તેઓ હોટલ રેડિસન બ્લૂ પહોંચ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી સાંજે ગુવાહટી પહોંચશે.ત્યારે ગુરૂવારના રોજ શ્રીલંકા ટીમ પહોંચી હતી.
Last Updated : Jan 3, 2020, 9:11 PM IST