ધોનીનો સમય સમાપ્ત, સમ્માનની સાથે લેવી જોઈએ નિવૃત્તિ: ગાવસ્કર - સુનીલ ગાવસ્કર
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે MS ધોનીને લઈને મોટું નિવેદન આપ્યું છે. લિટર માસ્ટરના નામથી જાણીતા ગાવસ્કરે કહ્યું કે, ક્રિકેટમાં હવે ધોનીનો સમય સમાપ્ત થઈ ગયો છે. ટીમ મેનેજમેન્ટે જલ્દી જ બીજા વિકલ્પને તૈયાર કરવો જોઈએ. ધોનીને સમ્માનની સાથે નિવૃત્તિ લેવી જોઈએ. ગાવસ્કરે ધોનીના વિકલ્પ તરીકે પોતાની પ્રથમ પ્રસંદ ઋષભ પંતનું નામ લીધું છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ધોનીની પ્રસંશા કરતા કહ્યું કે, ધોનીનો કોઈ વિકલ્પ નથી. કોહલીએ કહ્યું હતું કે, તેમ માનો કે, ન માનો અનુભવ હંમેશા કામ આવે છે. ધોનીએ આ વાતને સાબિત કરી છે. ધોનીમાં સૌથી સારી વાત એ છે કે, તે હંમેશા ક્રિકેટ માટે વિચારે છે. નિવૃતિનો નિર્ણય ધોનીનો હશે.
નોંધનીય છે કે, વિશ્વકપ 2019 દરમિયાન રન ન બનાવવા અને ધીમી બેટિંગના કારણે માહીને આલોચના થઈ હતી. ઘણા દિગ્ગજ ખેલાડીઓએ કહી રહ્યાં છે કે, ધોનીએ હવે નિવૃત્તિ લઈ લેવી જોઈએ.