છેત્રીની પત્ની સોનમે ઈન્સ્ટાગ્રામ પર તેમના પતિ અને વિરાટ-અનુષ્કા સાથે એક ફોટો શેર કર્યો છે. આ સાથે કૈપ્શનમાં લખ્યું કે, કોઈ ફોન નહીં, અનુષ્કાએ આ ફોટા પર કોમેન્ટ કરતા કહ્યું ખુબ સારો સમય પસાર કર્યો, હવે આપ હેરાન નહીં થતા અમે આમંત્રણ વગર તમારા ઘરે પહોંચી જશું.
કાંગારુઓને હરાવી છેત્રીના ઘરે 'વિરુષ્કા'એ કર્યું ડિનર - IndianFootball
બેંગલુરુ: ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં ભારતે સીરિઝ 2-1થી પોતાને નામ કરી હતી. ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્મા આ જીતની ઉજવણી મનાવવા ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીના ઘરે પહોંચ્યાં હતાં, જ્યાં બંનેએ ડિનર કર્યું હતું.
etv bharat
કોહલી અને છેત્રી ખુબ સારા ફેન્ડ છે. વિરાટે સોશિયલ મીડિયા પર જણાવ્યું પણ હતું કે, તે ભારતીય ફુટબોલ ટીમને કેટલો સપોર્ટ કરે છે. મેચની વાત કરવામાં આવે તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બેગ્લુરુમાં રમાયેલ અંતિમ મેચમાં ભારતે 7 વિકેટે જીત મેળવી હતી. આ સાથે ભારતે સીરિઝ પર 2-1થી કબ્જો મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરી ભારત સામે 287 રનનો લક્ષ્ય રાખ્યો હતો.