હૈદરાબાદઃ ભારતીય બૉલર શ્રીસંતે ખુલાસો કરતા કહ્યું કે, જોહાન્સબર્ગમાં આંદ્રે નિલ પર ફટકારેલી સિક્સમાં હકીકતમાં ઝાહીર ખાનનો હાથ હતો.
જો કે, શ્રીસંતે દુલીપ ટ્રૉફીની એક સ્ટોરી શેર કરતી હતી. આ સ્ટોરીમાં તેમણે જણાવ્યું કે, તેમને ઝાહીર ખાન સામે બેટિંગ કરવાની તક મળી હતી. જેમાં તેમણે ઝાહીરની ઘાતક બૉલિંગનો સામનો કર્યો હતો. આ દરમિયાન શ્રીસંતે એક સિક્સ ફટકારી હતી, આ કારણોસર તેમનો વિશ્વાસ વધ્યો હતો.
શ્રીસંતે જણાવ્યું કે, જ્યારે તેમણે ઝાહીરની બૉલિંગમાં સિક્સ ફટકારી ત્યારે તેમને અહેસાસ થયો કે તે આ પ્રકારે પણ શૉટ રમી શકે છે.
શ્રીસંતે ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન કહ્યું કે, ઝાહીરભાઇ બૉલિંગ દરમિયાન લગભગ બૉલને બહારની તરફ ફેંકતા હતા. મને જાણ હતી કે, તે લેન્થ બૉલ ફેંકશે, મેં ત્યારે પહેલા જ બૉલમાં સ્ટેપ આઉટ પર સિક્સ ફટકારી હતી. મને લાગ્યું કે, ત્યારપછીનો બૉલ બાઉન્સર હશે જેમાં મેં ફૉર ફટકારી હતી. આગળના બૉલમાં યોર્કર ફેંક્યો હતો જેમાં પણ ફૉર ફટકારી હતી. તે પછી હું આઉટ થયો હતો. મેં જે સિક્સ ફટકારી ત્યારે મને વિશ્વાસ આવ્યો કે હું પણ રમી શકું છું. મારે બધાને જણાવવું છે કે, તે શૉટ મેં આંખ બંધ કરીને રમ્યો હતો.
તમને જણાવી દઇએ કે, 2006માં ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ એક ટેસ્ટ સિરિઝ દરમિયાન શ્રીસંતે આંદ્રે નિલ સામે સિક્સ ફટકારી ડાન્સ કરીને જશ્નનો માહોલ ઉભો કર્યો હતો. જે ફેન્સ અને મીડિયામાં ચર્ચિત વીડિયો રહ્યો હતો. જો કે, શ્રીસંતે લાઇવ ચેટ દરમિયાન જણાવ્યું હતું કે, આ વિશ્વાસ અપાવવા માટે ખરેખર ઝાહીર ખાનનો હાથ હતો. જેના પર તેમણે પૂર્વ ભારતીય બૉલર ઝાહીર ખાનની માફી પણ માગી હતી.