ગુજરાત

gujarat

ETV Bharat / sports

ઋષિ કપૂરના અવસાન પર સચિન, કોહલી સહીતના દિગ્ગજોએ આપી શ્રદ્ઘાંજલિ - ફિલ્મી જગત

ફિલ્મી જગતમાં પોતાની ખાસ જગ્યા બનાવનાર અભિનેતા ઋષિ કપૂરનું ગુરુવારે મોત થયું છે.

ઋુષિ કપૂરના મોત પર સચિન, કોહલી સહીત ધણા દિગ્ગજોએ આપી શ્રદ્ઘાંજલી
ઋુષિ કપૂરના મોત પર સચિન, કોહલી સહીત ધણા દિગ્ગજોએ આપી શ્રદ્ઘાંજલી

By

Published : Apr 30, 2020, 5:27 PM IST

હૈદરાબાદઃ ઋષિ કપૂરને બુધવારે સવારે તબિયત ખરાબ થવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 67 વર્ષના અભિનેતાને મુંબઇમાં આવેલી સર HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યા તેમને પોતાનો છેલ્લા શ્વાસ લીધા હતા. દિગ્ગજ ક્રિકેટરોએ પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટ કર્યું કે, મને વિશ્વાસ નથી થઇ રહ્યો, કાલે ઇરફાન ખાન અને આજે ઋષિ કપૂર. આ સ્વીકાર કરવું મુશ્કેલ છે કે દિગ્ગજ હવે નથી રહ્યા. તેમના પરિવારને સાંત્વના, ઇશ્વર તેમની આત્માને શાંતિ આપે.

સચિને ટ્વીટ કર્યું કે, ઋષિજીના મોત વિશે સાંભળીને ખુબ દુખ થયું. તેમની ફિલ્મો જોઇને મોટા થયો છું અને જ્યારે અમે વર્ષો પછી મળ્યા. તેમની આત્માને શાંતિ મળે. પરિવાર સાથે મારી સંવેદના.

વિરેન્દ્ર સહેવાગે ટ્વીટ કર્યું કે, ઋષિ કપૂરજીના મોતની જાણ થતા નિરાશ થયો. તેમના પરિવાર સાથે મારી હાર્દીક સંવેદનના.

મદનલાલએ ટ્વીટ કર્યું કે, આ સમાચાર આશ્ચર્યચકિત કરનાર છે, કલ્પના પણ નથી કરી શકતા કે ઋષિ કપૂર હવે નથી રહ્યા. 2020 વિનાશકારી રહ્યો છે.

રવિ શાસ્ત્રીએ કહ્યું કે, મારી પ્રાથના અને વિચાર નીતુ જી, રણબીર અને રિદ્ધિમાં સાથે છે, ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

મહિલા ક્રિકેટર મિતાલી રાજે ટ્વીટ કર્યું કે, અનુભવી અભિનેતા ઋષિ કપૂરજીના મોતથી સ્તબ્ધ છું, તેમની બચકાની મુસ્કાન, સીધી વાત, જોશ અને ધીરજના વ્યક્તિત્વએ તેમના લાખો ચાહકો બનાવી દિધા.

હરભજન સિંહે અભિનેતાના મોત પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે, આ દુખના સમાચાર સાથે હું ઉઠ્યો. પરિવાર સાથે મારી સંવેદના છે.

ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાએ ટ્વીટ કર્યું કે, આ વર્ષ કેવુ રહ્યું છે, પણ આ અઠવાડિયું ઘણુ દુખથી ભરેલું છે. એક પછી એક ખરાબ સમાચાર. મોટું નુકસાન...... દેશ આ બન્ને દિગ્ગજોના જવાથી દુખી છે.

વર્ષ 2018માં ઋષિ કપુરએ પહેલી વાર કેન્સર થયાની જાણ થઇ હતી, ત્યારબાદ અભિનેતા લગભગ એક વર્ષ સુધી ન્યુયોર્કમાં રહ્યા હતા. જ્યારે તેઓ સ્વસ્થ થઇને સપ્ટેમ્બર 2019માં ભારત પરત ફર્યા હતા. જ્યારે ફેબ્રુઆરીમાં તેમની તપાસ માટે હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા હતા.

તેમના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું કે, અમારા પ્રિય ઋષિ કપૂરનું લ્યૂકેમિયા સામેની બે વર્ષની લડાઇ બાદ આજે સવારે 8:45એ તેમનું મોત થયું છે. તેમને અંતિમ સમય સુધી હોસ્પિટલના ડોક્ટરોનું મનોરંજન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details