- કોલકાતામાં 7 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોજશે રેલી
- સૌરવ ગાંગુલી પણ રેલીમાં આવે તેવી પૂરેપૂરી શક્યતા
- અત્યારૈ સૌરવ ગાંગુલી ઘરે આરામ કરી રહ્યા છે
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી અંગે રાજકારણ ગરમાયું છે. આ વખતે ચૂંટણીમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળે તેવી સંભાવના છે. બંગાળની રાજનીતિ અંગે લાંબા સમયથી અટકળો ચાલી રહી છે કે, પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી ભાજપમાં જોડાઈ શકે છે. હવે કેટલાક લોકો એમ પણ કહે છે કે , કોલકાતામાં આગામી 7 માર્ચે વડાપ્રધાન એક રેલી યોજશે, જેમાં સૌરવ ગાંગુલી પણ જોડાશે. જોકે, ભાજપે આ અંગે જણાવ્યું કે સૌરવ ગાંગુલી રેલીમાં આવશે કે નહીં તે તેમની ઉપર નિર્ભર કરે છે. ભાજપના પ્રવક્તા શમિક ભટ્ટાચાર્યે જણાવ્યું હતું કે, જો તેમનું આરોગ્ય સારું રહ્યું તો તેઓ વડાપ્રધાનની રેલીમાં જોડશે. અત્યારે સૌરવ ગાંગુલી આરામ કરી રહ્યા છે. જો તેઓ રેલીમાં જોડાશે તો ભાજપને પણ ગમશે.