નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સભ્ય શિખા પાંડેએ રવિવારે કહ્યું કે, માત્ર બોલ અને પિચના કદમાં ફેરફાર કરી મહિલા ક્રિકેટમાં સુધારો નહીં આવે આ માટે પ્રચાર સિવાય ગ્રાઉન્ડ લેવલ પર વિકાસ કરવાની જરૂર છે.
શિખાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં મહિલા ક્રિકેટના પ્રમોશન માટે કરવામાં આવતા ફેરફારો વિશે સાંભળ્યું હતું. જેમાં બોલ અને પિચનું કદ બદલવાની અને બાઉન્ડ્રી ટૂંકી કરવાની વાત કરવામાં આવી રહી છે. શિખાએ ઘણા બધા ટ્વીટ કરી લખ્યું કે, "હું આ તમામ પરિવર્તન વિશે સાંભળી રહી છું, જે મહિલા ક્રિકેટને સુધારવા માટે ચર્ચામાં લેવાય છે અને જે મહિલા ક્રિકેટને વધુ આકર્ષક કોશિશ કરાઈ રહી છે, પણ હું વ્યક્તિગત રૂપે અનુભવું છું કે આ બધા સૂચનો અર્થહીન છે."
શિખાએ કહ્યું કે, "ઓલિમ્પિકમાં મહિલા દોડવીરો ગોલ્ડ મેડલ જીતવા માટે 100 મીટરની દોડમાં 80 મીટર દોડતી નથી. પુરૂષ સ્પર્ધકો કરતા વધુ સમય લે છે. જેથી પીચની લંબાઈ ઘટાડવી એ યોગ્ય નથી. બોલનું કદ ઘટાડવાનું ઠીક છે, પરંતુ જેમકે ઇયાન સ્મિથે કહ્યું કે, વજન ત્યારે સરખું થશે જ્યારે જ કામ કરશે. બોલર્સેને બોલ પકડવામાં મદદ કરશે. સ્પિનરોને મદદ કરશે અને શોટ વધુ આગળ જશે."
મહિલા ક્રિકેટમાં સુધારો કરવા શિખા પાંડેનું સૂચન, કહ્યું- ગ્રાઉન્ડ લેવલ પર કામના કરવાની જરૂર
ફાસ્ટ બોલર શિખાએ લખ્યું કે, બાઉન્ડ્રી ઓછી ન કરો. અમે બધાને તાજેતરની પાવર હિટ્સથી આશ્ચર્યચકિત કર્યાં છે. જેથી યાદ રાખો કે આ એક માત્ર શરૂઆત છે, આપણે વધુ સારા થઈશું. ધૈર્ય રાખો. અમે સક્ષમ ખેલાડીઓ છીએ અને સુધારો કરીશું. રમતને પ્રોત્સાહન આપો, અમારા નિયમો સાથે છેડછાડ કરવાની જરૂર નથી. અમારી પુરુષોની રમત સાથે તુલના ન કરો, મહિલા ક્રિકેટને પુરુષ ક્રિકેટથી અલગ જોવાની જરૂર છે. તમે કૃપા કરીને મહિલા ક્રિકેટ, મહિલા રમતને પુરુષોના રમત સાથે ન સરખાવો.