સ્પોર્ટ્સ ડેસ્ક : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરીષદ (ICC)ના અધ્યક્ષ શશાંક મનોહરે પોતાનો કાર્યકાળ પૂર્ણ થતા પદ પરથી રાજીનામુ આપ્યું છે. શશાંક મનોહરે ICCના અધ્યક્ષ તરીકે 2 વર્ષ પૂર્ણ કર્યા હતા. શશાંક મનોહરના ગયા બાદ ડેપ્યૂટી ચેરમેન ઇમરાન ખ્વાજા અધ્યક્ષ પદની કમાન સંભાળશે.
ICCના અધ્યક્ષ પદ પરથી શશાંક મનોહર થયા દૂર, આ રહ્યું કારણ... - અધ્યક્ષ શશાંક મનોહર
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરીષદના અધ્યક્ષ શશાંક મનોહરે પોતાનો કાર્યકાળ પૂર્ણ થતા પદ પરથી રાજીનામુ આપ્યું છે.
અધ્યક્ષ પદ પરથી શશાંક મનોહર થયા દુર
ICCના ચેરમેનની ચૂંટણી પ્રક્રિયાની આગામી અઠવાડીયામાં ICC બોર્ડ દ્વારા મંજૂરી મળવાની આશા છે. ICCના નિયમો અનુસાર મનોહર 2 વર્ષ સુધી પોતાના પદ પર રહી શકતા હતા. કારણ કે, વધારેમાં વધારે ત્રણ વર્ષના કાર્યકાળની મંજૂરી છે.
ઉલ્લેખનિય છે કે, BCCIના પૂર્વ અધ્યક્ષ શશાંક મનોહર મે 2016માં ICCના બીજી વખત ચેરમેન તરીકે પસંદ થયા હતા.