નવી દિલ્હી : પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ટ્વિટર પર ટ્વીટ કરી જાણકારી આપી છે કે તેના પરિવારનો બીજો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે કેટલાક પ્રાઇવેટ મીડિયા દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે આફ્રીદી ખતરામાંથી બહાર છે.
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીના પરિવારે આપી કોરોનાને માત - કોરોના વાઇરસ
બે અઠવાડીયા પહેલા શાહિદ આફ્રિદીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. એટલુ જ નહીં આફ્રિદીની સાથે તેનો પરિવાલ પણ કોરોના વાઇરસની ઝપેટમાં આવી ગયો હતો.
ઉલ્લેખનિય છે કે બે અઠવાડીયા પહેલા શાહિદ આફ્રિદીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. એટલુ જ માત્ર નહીં આફ્રીદી સાથે તેનો પરિવાર પણ આ વાઇરસની ઝપેટમાં આવી ગયો હતો. શાહિદ આફ્રિદીએ જણાવ્યું કે તેની પત્ની અને બંને પુત્રીઓનો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.
આફ્રિદીએ ટ્વિટર પર ખુશી વ્યક્ત કરતા દુઆઓ માટે પોતાના પ્રશંસકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આફ્રિદીએ પોતાની નાની પુત્રી સાથેનો એક ફોટો પણ શેર કર્યો છે. જેમાં તેને લખ્યુ છે કે પત્નિ, બંને પુત્રીઓના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. પહેલા તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે તેનો બીજો રિપોર્ટ નેગટિવ આવ્યો છે, પરંતુ હાલમાં તે ઠીક છે. તમારી સતત દુઆઓ માટે આભાર. ભગવાન તમારા તમામ પરિવાર અને તમારા પર આશીર્વાદ આપે.