BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ સ્પષ્ટ કરી દીધું છે કે, 3 નવેમ્બરે દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમમાં બાંગ્લાદેશની સાથે યોજાનાર ટી-20 મેચને રદ કરવાની કોઈ શક્યતા નથી. દિલ્હીમાં વધતા જતા પ્રદૂષણને લઈને આ મેચ રદ કરવા કરી સ્થળાંતર કરવાની માંગ કરી હતી.
હવે મેચના વેન્યુમાં કોઈ પણ ફેરફાર નહીં થાય: સૌરવ ગાંગુલી - BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી
કોલકાત્તા: BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ 3 નવેમ્બરે દિલ્હીમાં યોજાનાર ભારત-બાંગ્લાદેશ ટી-20 મુકાબલાને લઈને કહ્યુ કે, આ મેચ રદ કરવાની કોઈ સંભાવના નથી.
હવે મેચના વેન્યુમાં કોઈ પણ બદલાવ નહીં આવે: સૌરવ ગાંગુલી
ગાંગુલીએ કહ્યુ કે, " અમે દિલ્હીમાં અધિકારીઓ સાથે વાત કરી છે. મેચ સમયસર શરુ થાય તેવી આશા રાખીએ છીએ. અંત ઘડીએ આમ મેચ રદ ન થઈ શકે"
ગાંગુલીએ કહ્યુ કે," દિવાળી પછી ઉત્તર ભારતમાં પ્રદૂષણનો પ્રમાણ વધારે રહે છે. જેનાથી ધુમાડો અને ધુળનું પ્રમાણ પણ વધે છે. હવે પછી દિવાળી બાદ ઉત્તર ભારતમાં મેચનું આયોજન કરવામાં સાવધાની રાખીશુ."