ગુજરાત

gujarat

ETV Bharat / sports

લાળ પર પ્રતિબંધથી આપણને બહુ અસર નહીં થાય: દીપક ચહર

દીપકે કહ્યું કે, "મને નથી લાગતું કે લાળ પરનો પ્રતિબંધ આપણા પર વધારે અસર કરશે, કારણ કે સફેદ બોલ માત્ર બે ઓવરમાં સ્વિંગ કરે છે."

white ball specialist Chahar
લાળ પર પ્રતિબંધથી આપણને બહુ અસર નહીં થાય: દિપક ચહર

By

Published : Jun 11, 2020, 12:42 AM IST

મુંબઇ: ક્રિકેટ સમિતિની ભલામણોને પગલે આઇસીસીએ કોવિડ-19ના લોકડાઉન બાદ ફરી શરૂ થતી ક્રિકેટને લઈને કેટલાક વચગાળાના ફેરફારો કર્યા છે. જેમાં બોલને ચમકાવવા માટે લાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધનું વારંવાર ઉલ્લંઘન કરનારી ટીમને પાંચ રનનો દંડ આપવાની પણ જોગવાઈ છે.

આ અંગે ભારતીય ટીમના ઓલરાઉન્ડર દીપક ચહરે કહ્યું હતું કે, મર્યાદિત ઓવરમાં બોલ ફ્લશ કરવો મોટો મુદ્દો નહીં હોય. મને નથી લાગતું કે લાળ પરનો પ્રતિબંધ આપણા પર વધારે અસર કરશે, કારણ કે સફેદ બોલ માત્ર બે ઓવરમાં સ્વિંગ કરે છે. જો આપણે ટી 20 ફોર્મેટ વિશે વાત કરીએ તો વિકેટ ફક્ત બે-ત્રણ ઓવરમાં જ સારી છે અને બોલ ત્રણ ઓવર સુધી જ સ્વિંગ થતો હોય છે, જેથી બોલને ચમકવાની જરૂર નથી.

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં બ્રેટ લી અને સચિન તેંડુલકરે એક સંમતિ દર્શાવી હતી કે, લાળ પર પ્રતિબંધ બોલરોને નુકસાન કરશે. જેના કારણે બ્રેટ લીએ કહ્યું કે, આન મુદ્દે કોઈપણ સમાધાન પર આઇસીસીએ વિચાર કરવો જોઇએ. સચિન તેંડુલકરે પોતાના મંતવ્યમાં કહ્યું હતું કે, ટેસ્ટ ક્રિકેટમાં દર 50 ઓવર પછી આઇસીસી પણ નવા બોલના ઉપયોગ પર વિચાર કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details