ગુજરાત

gujarat

By

Published : Jun 14, 2020, 8:00 PM IST

ETV Bharat / sports

T-20 વર્લ્ડકપ અને IPL બન્ને રમવા માંગે છે રોહિત શર્મા

રોહિતે પોતાના ચાહકો સાથે વાત કરવા માટે ઈન્સ્ટાગ્રામ ચેટ શરૂ કરી હતી, જેમાં પૂછવામાં આવ્યું કે, આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ અને આઈપીએલમાં કોને પ્રાધાન્ય આપશે, ત્યારે રોહિતે કહ્યું કે, હું સંભવત: બંનેમાં રમવા માંગું છું.

Rohit wants to play both T20 World Cup and IPL
રોહિત શર્મા T-20 વર્લ્ડકપ અને IPL બંને રમવા માંગે છે

મુંબઇ: ભારતીય વનડે ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા ચાલુ વર્ષે ટી-20 વર્લ્ડ કપ અને આઈપીએલ બંનેમાં રમવા માંગે છે, પરંતુ કોરોના વાઇરસના રોગચાળાને કારણે માત્ર એક ટૂર્નામેન્ટ યોજાવાની આશંકા છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ચાલુ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપના ભવિષ્ય અંગે કોઈ નિર્ણય લીધો નથી, જ્યારે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ ઈન્ડિયન પ્રીમિયર લીગને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખી છે. તાજતરમાં એવી અટકળો હતી કે, જો ટી-20 વર્લ્ડ કપ મોકૂફ રાખવામાં આવે તો આ વિંડોમાં આઈપીએલનું આયોજન થઈ શકે છે.

રોહિતે પોતાના ચાહકો સાથે વાત કરવા માટે ઈન્સ્ટાગ્રામ ચેટ શરૂ કરી હતી, જેમાં પૂછવામાં આવ્યું કે, આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ અને આઈપીએલમાં કોને પ્રાધાન્ય આપશે, ત્યારે રોહિતે કહ્યું કે, હું સંભવત: બંનેમાં રમવા માંગું છું. મહત્વનું છે કે, રોહિતે પોતાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને આઈપીએલમાં ચાર વખત ચેમ્પિયન બનાવી છે.

ભારતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે, જેની પ્રથમ ટેસ્ટ 3 ડિસેમ્બરથી બ્રિસ્બેનના ગાબામાં રમાશે. એડિલેડ ઓવલ ખાતેની બીજી ટેસ્ટ દિવસ અને રાતની રહેશે. સ્ટાર ઓપનર રોહિતે કહ્યું કે, જ્યારે ભારતીય ટીમ ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે, ત્યારે પિંક બોલથી ટેસ્ટ રમવું પડકારજનક હશે. એક શબ્દમાં મહેન્દ્રસિંહ ધોનીનું વર્ણન કરતા રોહિતે કહ્યું કે, એ લેઝેન્ટ છે, જો કે, મને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને ઇંગ્લેંડના જેસન રૉયને બેટિંગ જોવાનું પસંદ છે.

નોંધનીય છે કે, રોહિત લાંબા સમયથી ભારતીય ટીમનો મુખ્ય ભાગ રહ્યો છે. રોહિતે ભારત માટે અત્યાર સુધીમાં 224 વનડે મેચ રમી છે. જેમાં 9115 બનાવ્યાં છે. આ સમય દરમિયાન રોહિતે પોતાના બેટથી 43 અર્ધસદી અને 29 સદી ફટકારી છે. આ ઉપરાંત વનડેમાં ત્રણ બેવડી સદી પણ છે. રોહિત વિશ્વનો એકમાત્ર ખેલાડી છે, જેણે ત્રણ બેવડી સદી ફટકારી હોય, રોહિતે ભારત તરફથી 108 ટી-20 અને 32 ટેસ્ટ મેચ પણ રમી છે. જેમાં અનુક્રમે 2773 અને 2141 રન બનાવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details