ગુજરાત

gujarat

ETV Bharat / sports

BCCIએ ખેલ રત્ન માટે રોહિત શર્માનું નામ મોકલ્યું

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા 'ખેલ રત્ન' એવોર્ડ માટે મર્યાદિત ઓવર્સના ઉપ-કેપ્ટન રોહિત શર્માના નામની ભલામણ કરવામાં આવી છે. રોહિતે રવિવારે આ માટે બોર્ડનો આભાર માન્યો હતો.

Rohit Sharma nominated for Khel Ratna
રોહિત શર્મા

By

Published : May 31, 2020, 10:45 PM IST

મુંબઇ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા 'ખેલ રત્ન' એવોર્ડ માટે મર્યાદિત ઓવર્સના ઉપ-કેપ્ટન રોહિત શર્માના નામની ભલામણ કરવામાં આવી છે. રોહિતના ઓપનિંગ પાર્ટનર શિખર ધવનનું નામ પણ ફરી એકવાર અર્જુન એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે. અર્જુન એવોર્ડ માટે ભારતીય ટીમના સીનિયર ફાસ્ટ બોલર ઇશાંત શર્માનું નામ પણ મોકલવામાં આવ્યું છે.

બીસીસીઆઈએ રોહિતનો એક વીડિયો અપલોડ કર્યો છે, જેમાં રોહિતે કહ્યું છે કે, "રાજીવ ગાંધી ખેલ રત્ન માટે મને નોમિનેટ કરવામાં આવ્યો છે જેનાથી હું ખૂબ જ ગૌરવ અનુભવું છું. હું બીસીસીઆઈ, મારા સાથી ખેલાડીઓ, રમતગમત કર્મચારીઓ, ચાહકો અને મારા પરિવારનો મને સહકાર આપવા બદલ આભાર માનું છું.

BCCI એ આ વર્ષે ખેલ રત્ન માટે રોહિત શર્માનુ નામ મોકલ્યું

બીસીસીઆઈને અર્જુન એવોર્ડ માટે ટેસ્ટ ટીમના ફાસ્ટ બોલર ઇશાંત શર્મા, ઓપનર શિખર ધવન, તેમજ મહિલામાંથી ઓલરાઉન્ડર દિપ્તિ શર્માનું નામ મોકલ્યું છે. જેઓ છેલ્લા ત્રણ વર્ષથી વન-ડે અને ટી-20 બન્નેમાં સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે. બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, "ભારત સરકારના રમત મંત્રાલયે 1 જાન્યુઆરી, 2019થી 31 ડિસેમ્બર, 2019 દરમિયાન આ મુદ્દત માટે અરજીઓ માંગી હતી.

એક નિવેદનમાં બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, "અમે આ નામોની પસંદગી કરતા પહેલા ઘણા બધા ડેટા જોયા અને ઘણા પરિમાણો પર ચર્ચા કરી છે. બેટ્સમેન તરીકે રોહિતે ઘણા બેંચમાર્ક બનાવ્યા છે અને તે બધાને હાંસલ કર્યા છે. બધા ખેલાડીઓ તે કરી શક્યા ન હતા. અમને લાગે છે કે, તે ખેલ રત્ન મેળવવાનો હકદાર છે."

BCCI એ આ વર્ષે ખેલ રત્ન માટે રોહીત શર્માનુ નામ મોકલ્યું

ABOUT THE AUTHOR

...view details