કરાંચીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ ઉલ હકે જણાવ્યું કે, કોવિડ-19 મહામારીના કારણે ઓસ્ટ્રેલિયામાં યોજાનારો ICC T-20 વર્ડ કપ રદ કરવામાં આવશે અને તેના સ્થાને ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)નું આયોજન કરવામાં આવશે તો પ્રશ્નો ઉદ્દભવશે જ. કોરોના વાઇરસના સંક્રમણને કારણે T-20 વર્ડ કપ રદ કરવામાં આવશે તેવી સંપૂર્ણ શક્યતા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(ICC) દ્વારા ઓસ્ટ્રેલિયામાં 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી યોજાનારો T-20 વર્ડ કપ અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.
ઈન્ઝમામે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું કે, એવી અટકળો છે કે, વર્લ્ડ કપની તારીખો ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણીની તારીખો સરખી હોવાથી T-20 વર્લ્ડ કપનું આયોજન થશે નહીં. ભારતીય બોર્ડ મજબૂત છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) પર તેનું નિયંત્રણ છે. જો ઓસ્ટ્રેલિયા કહે કે, કોવિડ-19 મહામારીને કારણે અમે વર્લ્ડ કપનું આયોજન કરી શકતા નથી, તો તેમનું સ્ટેન્ડ સરળતાથી સ્વીકારવામાં આવશે, પરંતુ જો આવા સમયે IPL યોજાશે, તો પ્રશ્નો ઉભા થશે.