નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેશ રૈનાને પત્ર લખી શુભકામના આપી હતી. ઉલ્લેખનીય છે કે, 15 ઓગસ્ટના રોજ સુરેશ રૈનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ માહિતી તેણે પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પત્ર લખ્યું કે, 15 ઓગસ્ટના રોજ તમે તમારા જીવનના સૌથી મુશ્કેલ નિર્ણય કર્યો છે. હું નિવૃત્તિ શબ્દનો પ્રયોગ નહિ કરું. કારણ કે, નિવૃત્તિ લેવા માટે તમે ઘણા નાના અને ઉર્જાવાન છો. ક્રિકેટના મેદાન પર એક યાદગાર સફર બાદ તમે તમારા જીવનની બીજી ઇનિંગ માટે તૈયારી કરી રહ્યા છો.
તમને આવનારી પેઢીઓ તમારી સારી બેટીંગ માટે તેમજ શાનદાર બોલિંગ માટે તમને યાદ કરશે. તમે એક ઉમદા ફિલ્ડર હતા, તમારા સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય કેચ અદ્વિતિય છે. તમે જેટલા રન રોક્યા છે, તેનો હિસાબ કરવા માટે તો ઘણા દિવસો લાગી જશે.
સુરેશ રૈનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં લખ્યું કે, દેશ માટે અમે છીએ પરસેવો રેડીએ છીએ. આ દેશના લોકોના પ્રેમથી વિશેષ બીજી કોઈ પ્રેરણા નથી. જ્યારે દેશના વડાપ્રધાન તમારા માટે આવું કહે, તે એક બહુ મહત્ત્વની વાત છે. નરેન્દ્ર મોદીજી તમારા પ્રેરણાત્મક શબ્દો અને શુભકામનાઓ માટે તમારો તહે દિલથી આભાર, જય હિન્દ.