ગુજરાત

gujarat

ETV Bharat / sports

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પીટર સિડલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી - અંતરરાષ્ટ્રીય ક્રિકેટ

હૈદરાબાદ: ઓસ્ટ્રેલિયાના અનુભવી ફાસ્ટ બોલર પીટર સિડલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 35 વર્ષીય સિડલે રવિવારે નિવૃત્તિ લીધી છે.

piter
પીટર

By

Published : Dec 29, 2019, 9:48 AM IST

સિડલે 2008માં ભારતની સામે ટેસ્ટમાં ડેબ્યુ કર્યુ હતું. પીટર સિડલે ઓસ્ટ્રેલિયાના તરફથી 67 ટેસ્ટ મેચ રમી છે. જેમાં 221 વિકેટ ઝડપી હતી. સિડલ સૌથી વધુ વિકેટ લેનાર ઓસ્ટ્રેલિયાનો 13મો બોલર છે.

પીટર સિડલ ટેસ્ટમાં હેટ્રિક પણ લીધી હતી. ફાસ્ટ બોલર સિડલે 2010-2011માં એશિઝ દરમિયાન પોતાના જન્મ દિવસે ગાબામાં આ ઉપલબ્ધિ મેળવી હતી.

સિડલે બોક્સિંગ ડે ટેસ્ટમાં ટીમમાં સ્થાન ન હતું મળ્યું, સિડલનો સતત ટીમમાં સમાવેશ કરવામાં નહતો આવતો.

પીટર સિડલે ઓસ્ટ્રેલિયાની એશિઝ જીતમાં ત્રણ ટેસ્ટમાં સાત વિકેટ ઝડપી હતી. સિડલે ઓસ્ટ્રેલિયાના તરફથી 20 વનડે અને 2 T-20 મેચ રમી છે.

ABOUT THE AUTHOR

...view details