ગુજરાત

gujarat

ETV Bharat / sports

ધોનીની આગેવાની હેઠળ 28 વર્ષ બાદ ભારત બન્યું હતું વર્લ્ડ ચેમ્પિયન - ક્રિકેટ ન્યૂઝટ

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં 2 એપ્રિલ 2011ની તારીખ વિશેષ સ્થાન ધરાવે છે. ખરેખર, આ તે દિવસ છે જ્યારે ભારતીય ક્રિકેટ ટીમે 28 વર્ષના દુષ્કાળને સમાપ્ત કરીને બીજી વખત ICC વર્લ્ડ કપનો ખિતાબ પોતાને નામ કર્યો હતો.

india
india

By

Published : Apr 2, 2021, 12:51 PM IST

Updated : Apr 2, 2021, 2:18 PM IST

  • આજના દિવસે જ 2011માં ધોનીએ જીત્યો હતો વર્લ્ડ કપ, ભારત બીજી વખત બન્યું હતું વિશ્વ વિજેતા
  • સચિન-સહેવાગની ઓપનિંગ જોડી થઈ ફ્લોપ તો ગંભીર અને ધોની બન્યા મેચના ટર્નિંગ પોઈન્ટ
  • ધોનીના વિનિંગ છગ્ગાએ તેને બનાવ્યો પરફેક્ટ ફિનિશર

હૈદરાબાદ: ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં 2 એપ્રિલ 2011ની તારીખ વિશેષ સ્થાન ધરાવે છે. ખરેખર, આ તે દિવસ છે જ્યારે ભારતીય ક્રિકેટ ટીમે 28 વર્ષના દુષ્કાળને સમાપ્ત કરીને બીજી વખત ICC વર્લ્ડ કપનો ખિતાબ પોતાને નામ કર્યો હતો. મહેન્દ્રસિંહ ધોનીની અધ્યક્ષતાવાળી ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને ફાઇનલમાં 6 વિકેટે પરાજિત વખત વર્લ્ડ કપ જીત્યો હતો.

વર્લ્ડ કપ 2011 જીતીને આજના દિવસે ભારત બન્યું હતું બીજી વખત વિશ્વ વિજેતા

વર્ષ 1983માં કપિલ દેવે ભારતને વર્લ્ડ કપ જીતાડ્યો હતો

આ પહેલા, ટીમ ઇન્ડિયા વર્ષ 1983માં કપિલ દેવની કપ્તાની હેઠળ વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી હતી, પરંતુ ભારતને બીજો ખિતાબ જીતવામાં 28 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો. 2011નો વર્લ્ડ કપ ઘણા કારણોસર ભારતીય ચાહકો માટે ખાસ હતો. પહેલું એ કે ભારતીય ટીમે પહેલી વાર પોતાનીની ધરતી પર વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. બીજી ખાસ વાત એ છે કે, ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનું વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન આખરે સાકાર થઈ ગયું હતું.

આ પણ વાંચો: 25 જૂન 1983: વેસ્ટ ઈન્ડીઝને હરાવી ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો

ફાઇનલમાં શ્રીલંકા સામે થઈ હતી ટક્કર

વર્લ્ડ કપ 2011ની શરૂઆત 19 ફેબ્રુઆરીએ યજમાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચથી થઈ હતી. મહેન્દ્રસિંહ ધોનીની અધ્યક્ષતાવાળી ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને ફાઇનલમાં 6 વિકેટે પરાજિત વખત વર્લ્ડ કપ જીત્યો હતો. આ પહેલા, ટીમ ઇન્ડિયા વર્ષ 1983માં કપિલ દેવની કપ્તાની હેઠળ વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી હતી, પરંતુ ભારતને બીજો ખિતાબ જીતવામાં 28 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો.

28 વર્ષ બાદ જીતનું સાક્ષી બન્યું મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ

વર્લ્ડ કપની ફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં શ્રીલંકન ટીમે ટોસ જીતીને બેટિંગ કરવા મેદાને ઉતરી હતી. આ દરમિયાન શ્રીલંકન ટીમને ભારતીય બોલરોએ શરૂઆતમાં જ વિકેટ ઝડપીને ઝટકા આપ્યા હતા પરંતુ અનુભવી બેટ્સમેન મહેલા જયવર્ધને પોતાની જગ્યા પરથી ટસથી મસ થયા નહોંતા.

28 વર્ષ બાદ જીતનું સાક્ષી બન્યું મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ

જયવર્ધનેની ધૂઁઆધાર બેટિંગ શ્રીલંકાને 274 રન સુધી પહોંચાડી શકી

સતત પડતી જતી વિકેટો સામે જયવર્ધનેએ 88 બોલમાં 103 રન બનાવીને સદી ફટકારી હતી. આ ઈનિંગમાં જયવર્ધનેએ 13 ચોગ્ગા લગાવ્યા હતા. જયવર્ધનેની સદીને કારણે શ્રીલંકન ટીમ ભારત સામે 50 ઓવરમાં 274 રનનો સ્કોર ઉભો કરી શકી હતી.

ગંભીર અને ધોની બન્યા મેચના ટર્નિંગ પોઈન્ટ

આ પણ વાંચો: ધોનીનો વિંનિગ શૉટ અને ભારતે 28 વર્ષ બાદ જીત્યો હતો બીજો વર્લ્ડ કપ

સચિન-સહેવાગની ઓપનિંગ જોડી થઈ ફ્લોપ

શ્રીલંકાના 274 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમના બે ઓપનિંગ બેટ્સમેન સચિન (18) અને વિરેન્દ્ર સહેવાસ (0) રન બનાવીને આઉટ થયાં હતા. બન્ને મહત્વની વિકેટ જતાં ભારતીય દર્શકોના ચહેરા પર પરેશાની જોઈ શકાતી હતી પરંતુ સામેના છેડે ગૌતમ ગંભીર પોતાની જગ્યા પર અડગ હતા.

ગંભીર અને ધોની બન્યા ટર્નિંગ પોઈન્ટ

ત્યારબાદ ગંભીર અને વિરાટ કોહલી (35) આ ત્રીજી વિકેટ માટે 83 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરીને ભારતીય આશાઓ વધારી દીધી હતી. જો કે, ગંભીર અને કોહલી વચ્ચેની આ ભાગીદારી વધુ સમય સુધી ટકી શકી નહીં અને ઇનિંગની 22 મી ઓવરમાં કોહલી પણ આઉટ થયો હતો. આ પછી ધોનીએ ગંભીર સાથે મળીને ચોથી વિકેટ માટે 109 રનની ભાગીદારી કરી અને મેચને ભારતની તરફેણમાં મૂકી દીધો હતો.

ભારત બીજી વખત બન્યું વિશ્વ વિજેતા

શતક માટે ચૂકી ગયો ગંભીર

શરૂઆતી આંચકા બાદ ગૌતમ ગંભીરે વર્લ્ડ કપની અંતિમ મેચમાં જે રીતે ઇનિંગ્સને સંભાળી હતી તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. એમ કહી શકાય કે, ગંભીરની સમજને કારણે જ ભારતીય ટીમ માટે વર્લ્ડ કપ જીતવો સરળ બન્યું હતું.

97 રનમાં પેવેલિયન ભેગો થયો ગંભીર

ગંભીર આ મેચમાં 97 રન બનાવીને આઉટ થયો હતો અને વર્લ્ડ કપમાં ફક્ત 3 રનથી સદી ફટકારવામાં ચૂકી ગયો હતો. તેની ઇનિંગ્સમાં તેણે 122 બોલનો સામનો કર્યો જેમાં 9 ચોગ્ગા શામેલ હતા. જો કે, ગંભીર સદી ચૂકી ગયો હતો પરંતુ તેની મેરેથોન ઇનિંગને કારણે તેણે વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય ટીમની જીતની પાક્કી કરી દીધી હતી.

ગંભીર અને ધોની બન્યા મેચના ટર્નિંગ પોઈન્ટ

આ પણ વાંચો: 2011 વર્લ્ડ કપ જીત્યા બાદ તેંડુલકરનો ડાંસ હંમેશા યાદ રહેશેઃ હરભજન સિંહ

ધોનીનો વિજ્યી છગ્ગો

વર્લ્ડ કપની અંતિમ મેચમાં કમેન્ટેટરનો તે અવાજ જેમાં ધોનીના છગ્ગાનો ઉલ્લેખ છે જે ભાગ્યે જ કોઈ ભારતીય ચાહકે ન સાંભળ્યો હોય તેવું બન્યું હશે. આ મેચમાં ગંભીર બાદ ધોનીએ સૌથી વધુ અણનમ 91 રન બનાવ્યા હતા. ધોનીએ આ મેચમાં 79 બોલનો સામનો કરતા 91 રન બનાવ્યા હતા. જેમાંથી 8 ચોગ્ગા અને 2 છગ્ગા શામેલ છે. જેમાં ધોનીનો હેલિકોપ્ટર શોટ ભારતીય ટીમ માટે વિજયી શોટ સાબિત થયો હતો અને આ સાથે જ ભારતે 10 બોલ બાકી રહેતા જ 6 વિકેટથી મેચ અને વર્લ્ડ કપ બન્ને પોતાના નામ કરી લીધા હતા.

ધોનીનો વિજ્યી છગ્ગો
Last Updated : Apr 2, 2021, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details