કરાંચી: પાકિસ્તાનના પૂર્વ સ્પિનર સકલૈન મુશ્તાકે પોતાની યુટ્યૂબ ચેનલ પર વીડિયો શેર કરી સંન્યાસ લેનાર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના વખાણ કર્યાં હતાં. આ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ PCBએ ફટકાર લગાવી છે.
MS ધોનીની પ્રશંસા કરવા બદલ PCBએ સકલૈન મુશ્તાકની કરી ટીકા - ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ
મીડિયા રિપોર્ટસ અનુસાર PCBએ પૂર્વ સ્પિનર સકલૈન મુશ્તાકને યાદ અપાવ્યું કે, તેઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના કર્મચારી છે અને યૂટયૂબ પર વીડિયો ન રજૂ કરી શકે.
મીડિયા રિપોર્ટસ મુજબ, PCBએ મુસ્તાકને યાદ કરાવ્યું કે, તેઓ બોર્ડના કર્મચારી છે અને યુટયૂબ પર વીડિયો શેર ન કરી શકે. સકલેન PCBના હાઈ પરફૉમન્સ સેન્ટરમાં ઈન્ટરનેશનલ પ્લેયર્સ ખેલાડી ડેવલપમેન્ટના હેડ છે. પાકિસ્તાનના પૂર્વ સ્પિનર સકલૈન મુશ્તાક હાલમાં તેમના યૂટયુબ ચેનલ પર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના વખાણ કર્યા હતા. સકલૈન મુશ્તાકે ધોનીના સંન્યાસને લઈ કહ્યું કે, ધોની વિદાય મેચ રમ્યા વગર સંન્યાસ લઈ રહ્યો છે. જે ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડની હાર છે.
ધોનીએ 15 ઓગસ્ટના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. તેમણે તેમનો અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ 2019 વર્લ્ડકપની સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમ્યો હતો. તમને જણાવી દઈએ કે, PCBએ બન્ને દેશોના તણાવપૂર્વ સબંધને લઈ રાષ્ટ્રીય ટીમના ખેલાડીને ભારતીય ક્રિકેટ તેમજ ખેલાડીઓ પર પ્રતિક્રિયા ન આપવાની સલાહ આપવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર સકલૈન મુશ્તાકે વીડિયો શેર કર્યા બાદ PCBએ હાઈ પરફૉમન્સ સેન્ટર અને પ્રાંતીય ટીમોની સાથે અન્ય કોચને પણ પ્રતિક્રિયાથી બચાવનું કહેવામાં આવ્યું છે.