હૈદરાબાદ : ભારતના પૂર્વ વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.પાર્થિવ પટેલે 18 વર્ષના કરિયરમાંથી અચાનક જ નિવૃત્તિની જાહેરાત કરી છે.35 વર્ષીય પાર્થિવ પટેલે તેમના 18 વર્ષના કરિયરમાં ભારત માટે 25 ટેસ્ટ, 38 વનડે મેચ અને 1 ટી-20 મેચ ભારત માટે રમી છે.તેમજ ઘરેલું ક્રિકેટમાં ગુજરાત માટે રમતા પાર્થિવે 194 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. પાર્થિવે નિવૃત્તિની જાહેરાત ટ્વિટરના માધ્યમથી કરી છે.
2002માં પાર્થિવ પટેલે ભારતીય ટીમમાં ડેબ્યૂ
વર્ષ 2002માં પાર્થિવ પટેલે ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતો. આ સાથે તેમણે ટેસ્ટમાં સૌથી નાની વયમાં વિકેટકીપર બન્યો હતો. તે સમયે તેમની ઉંમર 17 વર્ષ 153 દિવસની હતી. પાર્થિવ પટેલની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત ખૂબ સારી રહી હતી, પરંતુ 2004માં દિનેશ કાર્તિક અને મહેન્દ્રસિંહ ધોનાના ઉદય બાદ તેણે પોતાનું સ્થાન ગુમાવી દીધું હતું.