પાકિસ્તાન સરકારના ફેડરલ મિનિસ્ટર ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ફવાદ ચૌધરીએ લખ્યુ કે-પાકિસ્તાનોનો નવો પ્રેમ ન્યૂઝીલેંન્ડ. પરંતુ તેના ટ્વીટ પર ભારતના ચાહકો તેની મઝાક કરી હતી. તેઓેએ તે ટ્વીટમાં ન્યૂઝીલેંન્ડનો સ્પેલિંગ ખોટો લખ્યો હતોં.
PAK પ્રધાન ભારતની હારથી ખુશ, ન્યૂઝીલેંન્ડને બતાવ્યો નવો પ્રેમ - team
ન્યૂઝ ડેસ્ક: બુધવારે ભારત અને ન્યૂઝીલેંન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડકપ 2019ના પ્રથમ સેમીફાઇનલ મેચમાં ભારત 18 રનથી મેચ હારી ગયું હતું. ભારતની આ હાર બાદ ન્યૂઝીલેંન્ડ ફાઈનલમાં આવી ગયું છે. જેને લઈને પાકિસ્તાન ખુશ નજર આવી રહ્યું છે. ત્યાંના ક્રિકેટના ચાહકો જ નહીં પરંતુ પ્રધાનો પણ આ મેચને લઇને અનેક ટ્વિટ કર્યા હતાં અને તેઓએ ન્યૂઝીલેંન્ડને શુભકામના પાઠવી હતીં.
PAK પ્રધાન ભારતની હારથી ખુશ, ન્યુઝીલેંન્ડને નવો પ્રેમ કહ્યો
જ્યારે મેજર જનરલ આસિફ ગફૂરે લખ્યુ-શુભકામના ન્યુઝીલેંન્ડને. ICC વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચવા માટે શાનદાર જીત હાંસલ કરી હતી. ટીમે સારૂ પ્રદર્શન કર્યુ હતું. હૈદર અલી જાઇદે લખ્યું- સારુ લડ્યા અને રમ્યા.