કોલંબો: શ્રીલંકાની ટી-20 ટીમના કપ્તાન અને દિગ્ગજ ઝડપી બોલર લસિથ મલિંગાને 22 જૂનથી કેન્ડીમાં શરૂ થનારી બીજી પ્રેક્ટિસ શિબિર માટે 24 સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
મલિંગા શ્રીલંકાની બીજી પ્રેક્ટિસ શિબિરમાંથી બહાર - શ્રીલંકા-ભારત પ્રવાસ રદ
શ્રીલંકાની ટી-20 ટીમના કપ્તાન અને દિગ્ગજ ઝડપી બોલર લસિથ મલિંગાને 22 જૂનથી કેન્ડીમાં શરૂ થનારી બીજી પ્રેક્ટિસ શિબિર માટે 24 સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. શ્રીલંકા ક્રિકેટે કહ્યું કે, "રાષ્ટ્રીય ટીમના પુરુષ ખેલાડીઓ 22 જૂનથી પોતાની બીજી નિવાસી અભ્યાસ શિબિર શરૂ કરશે. આ 10-દિવસીય વ્યાયામ શિબિરમાં 24 ખેલાડીઓ ભાગ લેશે. આ શિબિરો પાલ્લેકેલે સ્ટેડિયમમાં શરૂ થશે."
શ્રીલંકા ક્રિકેટે કહ્યું કે, "રાષ્ટ્રીય ટીમના પુરુષ ખેલાડીઓ 22 જૂનથી પોતાની બીજી નિવાસી અભ્યાસ શિબિર શરૂ કરશે. આ સમય દરમિયાન તેઓ આરોગ્ય માર્ગદર્શિકાનું સખત પાલન કરશે. આ 10-દિવસીય અભ્યાસ શિબિરમાં 24 ખેલાડીઓ ભાગ લેશે. આ શિબિરો પાલ્લેકેલે સ્ટેડિયમમાં શરૂ થશે."
ટીમના મુખ્ય કોચ મિકી આર્થરે જણાવ્યું હતું કે, "આ શિબિર એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે, કોરોના બાદ શ્રીલંકા શ્રેષ્ઠ ટીમ તરીકે ઉભરી આવે. જે કોઈપણ આંતરરાષ્ટ્રીય ટીમ સાથે રમવા તૈયાર થઈ જાય. આરોગ્ય બાબતે સખત રીતે સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. મહત્વનું છે કે, આ મહિનાના અંતમાં યોજાનારો શ્રીલંકાનો ભારત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. જુલાઈમાં બાંગ્લાદેશ પ્રવાસ પણ અનિશ્ચિત છે.”