ગુજરાત

gujarat

ETV Bharat / sports

ન્યૂઝીલેન્ડ ક્રિકેટના પ્રમુખ ગ્રેગ બાર્કેલ બન્યા ICC ના નવા અધ્યક્ષ - પૂર્વ અધ્યક્ષ શશાંક મનોહર

ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના નવા સ્વતંત્ર અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટના પ્રમુખ ગ્રેગ બાર્કેલ બન્યા ICC ના નવા અધ્યક્ષ
ન્યૂઝીલેન્ડ ક્રિકેટના પ્રમુખ ગ્રેગ બાર્કેલ બન્યા ICC ના નવા અધ્યક્ષ

By

Published : Nov 25, 2020, 11:30 AM IST

  • ગ્રેગ બાર્કેલ બન્યા ICC ના નવા અધ્યક્ષ
  • ગ્રેગ બાર્કલે છે ન્યુઝીલેન્ડ ક્રિકેટના પ્રમુખ
  • પૂર્વ અધ્યક્ષ શશાંક મનોહરનો કાર્યકાળ પૂર્ણ થતાં અધ્યક્ષનું પદ હતુ ખાલી

હૈદરાબાદઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના નવા અધ્યક્ષના નામની ઘોષણા કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડના ક્રિકેટના પ્રમુખ ગ્રેગ બાર્કલેને ICCના નવા અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પૂર્વ અધ્યક્ષ શશાંક મનોહરનો કાર્યકાળ આ વર્ષે જુલાઈમાં સમાપ્ત થયો હતો, ત્યારબાદ ઇમરાન ખ્વાજાને વચગાળાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટના પ્રમુખ ગ્રેગ બાર્કેલ બન્યા ICC ના નવા અધ્યક્ષ

2015 માંICCના હતા ડિરેક્ટર

બાર્કલે વર્ષ 2012 થી ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ડિરેક્ટર છે. તેઓ વર્ષ 2015 માં ICCના ડિરેક્ટર પણ હતા.

ICCના અધ્યક્ષ બનવું તે મારા માટે ખૂબ ગર્વની વાતઃ બાર્કલે

ICCના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા પછી બાર્કલેએ કહ્યું કે, ICCના અધ્યક્ષ બનવું તે મારા માટે ખૂબ ગર્વની વાત છે. મને ટેકો આપવા બદલ હું મારા સાથી ICC ડિરેક્ટરોનો આભાર માનું છું. મને ઉમ્મીદ છે કે, અમે એકસાથે મળીને રમતને સુધારણા માટે પ્રયાસ કરીશું અને દુનિયાભરમાં ફેલાયેલા કોરોના રોગચાળામાંથી બહાર નિકળી એક મજબૂત સ્થિતિમાં આવશુ અને આગળ વધશું.

આ પણ વાંચોઃ ભારત સામે ઈંગ્લેન્ડ રમશે 5 ટી-20 મૅચની સીરીઝઃ ગાંગુલી

BCCI ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ મંગળવારે કહ્યું કે, ઇંગ્લેન્ડની ટીમ ચાર ટેસ્ટ, ત્રણ વન-ડે અને પાંચ ટી-20 મૅચ માટે ભારતનો પ્રવાસ કરશે.

ABOUT THE AUTHOR

...view details