નવી દિલ્હી: વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન ડેરેન સેમ્મીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં સામીએ સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમમાં જાતિવાદનો આરોપ લગાવ્યો છે.
મહત્વનું છે કે, ગત અઠવાડિયે સેમ્મી 'કાલુ' શબ્દનો અર્થ જાણીને ખૂબ ગુસ્સે થયો હતો. તેણે કહ્યું હતું કે, જ્યારે હું ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો ત્યારે મને અને શ્રીલંકાના ક્રિકેટર થિસારા પરેરાને કાલુ કહ્યો હતો.
સેમ્મીએ કહ્યું કે, હવે હું આ શબ્દનો અર્થ સમજી ગયો છું અને મને ખૂબ ગુસ્સો આવે છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયોમાં સેમ્મીએ કહ્યું હતું કે, મેં આખી દુનિયામાં ક્રિકેટ રમી છે અને મને ઘણા લોકોનો પ્રેમ મળ્યો છે. હું જ્યાં રમ્યો છું ત્યાંનાં બધાં ડ્રેસિંગ રૂમ અપનાવ્યા છે. જેથી હું મજાક મજાકમાં કેટલાક લોકો કાળા લોકોની વિશે વાત કરે છે.
તેણે કહ્યું કે, આ દરેકને લાગુ પડતું નથી. જેથી જ્યારે મને આ શબ્દનો અર્થ ખબર પડ્યો, ત્યારે મેં કહ્યું કે, હું ગુસ્સે છું. જ્યારે મને આ શબ્દનો અર્થ ખબર પડ્યો ત્યારે મને અપમાનજનક લાગ્યું. મને તરત યાદ આવ્યું કે, જ્યારે હું સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતો હતો, ત્યારે મને આવા જ શબ્દો કહેવાતા હતાં.