- લંકા પ્રીમિયર લીગમાં મુનાફ પટેલનું નામ સામેલ
- શ્રીલંકામાં યોજાઇ રહી છે આ સિરિઝ
- મુનાફ પટેલે વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય સ્તરે સંન્યાસ લીધો હતો
કોલમ્બોઃ વર્ષ 2011માં ICC વિશ્વ કપ જીતનારી ભારતીય ટીમના સદસ્ચ રહી ચૂકેલા મુનાફ પટેલ 26 નવેમ્બરથી શરૂ થનારી લંકા પ્રીમિયર લીગમાં રમતો જોવા મળશે. મુનાફના કેન્જી ટસ્કર્સ ક્લબ સાથે કરાર થયા છે. ભારતનો અન્ય એક ખેલાડી ઇન્ટરનેશનલ ખેલાડી ઇરફાન પઠાણ અને વેસ્ટઇન્ડીઝના સલામી બેટ્સમેન ક્રિસ ગેલ પણ રમતા જોવા મળશે.
કેન્ડી ટસ્કર્સના મુનાફ પટેલ અને પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બૉલર સોહેલ તનવીરને વહાબ રિયાઝ અને લિયામ પ્લંકેટના સ્થાને ટીમમાં સામેલ કર્યો છે.