ગુજરાત

gujarat

ETV Bharat / sports

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈન્ડિયા ઈંગ્લેન્ડ ટી-20 સિરીઝ પૂર્વે મોટેરા થાળી ચેલેન્જ યોજાઈ - નરેન્દ્ર મોદી સ્ટેડીયમ

ભારતે ઈંગ્લેન્ડને 4 ટેસ્ટ મેચની સિરીઝમાં 3-1થી મ્હાત આપી હતી. હવે ક્રિકેટ રસીકો ટી-20 એકશનની પ્રતિક્ષામાં છે જે 12 માર્ચથી શરૂ થઈ રહી છે. કુલ પાંચ મેચની આ સિરીઝને લઈને અમદાવાદીઓ ઘણા ઉત્સાહિત છે.

નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે ઈન્ડીયા ઈંગ્લેન્ડ ટી-20 સીરીઝ પૂર્વે મોટેરા થાળી ચેલેન્જ યોજાઇ
નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે ઈન્ડીયા ઈંગ્લેન્ડ ટી-20 સીરીઝ પૂર્વે મોટેરા થાળી ચેલેન્જ યોજાઇ

By

Published : Mar 8, 2021, 10:57 PM IST

Updated : Mar 8, 2021, 11:04 PM IST

  • 12 માર્ચે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી-ટવેન્ટી મેચ રમાશે
  • કુલ પાંચ ટી-20 મેચની સિરીઝ
  • મેચ બ્રોડકસ્ટર દ્વારા અમદાવાદમાં 'મોટેરા થાળી' ચેલેન્જ યોજાઈ
  • મોટેરા થાલી ચેલેન્જમાં પૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલ ઉપસ્થિત રહ્યાં

આ પણ વાંચોઃનરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતની 10 વિકેટે ભવ્ય જીત

અમદાવાદઃ અમદાવાદીઓએ કોર્ટયાર્ડ મેરીયોટ્ટ હોટેલ ખાતે 'ધ મોટેરા થાલી' ચેલેન્જમાં ભાગ લીધો હતો. સ્ટાર સ્પોર્ટસે ગ્રાહકોને તેમના પરીવાર અને મિત્રો સાથે (મહત્તમ ચાર વ્યક્તિ) સાથે પાંચ ફૂટની થાળી ચેલેન્જ પૂરી કરવાના પડકાર માટે આમંત્રિત કર્યા હતા. ક્રિકેટ થીમ ધરાવતી આ થાળીના મેનુમાં ધવન ઢોકળાં અને પુજારા પાત્રાં ઉપરાંત અન્ય ગુજરાતી વાનગીઓનો સમાવેશ થાય છે. અમદાવાદના ક્રિકેટ ઉત્સવની ઉજવણીમાં પૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલે પણ 'ધ મોટેરા' થાળી ચેલેન્જમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

મોટેરા થાળી ચેલેન્જ

આ પણ વાંચોઃIND vs ENG: પ્રથમ ઈનીગ્સમાં ઈગ્લેન્ડની ટીમ 112 રનમાં ઓલ આઉટ, અક્ષર પટેલે લીધી 6 વિકેટ

ગુજરાતમાં ક્રિકેટરોની' ગુજરાતી ધમાલ

ગુજરાતના બોલર અક્ષર પટેલે ઇંગ્લેન્ડની 25થી વધુ વિકેટો ઝડપીને તરખાટ મચાવ્યો છે ત્યારે કેપ્ટન વિરાટ કોહલી પણ હળવા અંદાઝમાં અન્ય ક્રિકેટરો સાથે ગુજરાતી ભાષામાં મસ્તી કરતા જોવા મળે છે. હવે ક્રિકેટ રસીકો ભારતની વિખ્યાત 20-20 બેટિંગ જોવા આતુર છે.

Last Updated : Mar 8, 2021, 11:04 PM IST

ABOUT THE AUTHOR

...view details