ગુજરાત

gujarat

ETV Bharat / sports

IND vs SA: આજે ધર્મશાલામાં ભારતીય ટીમ જીતનો સિલસિલો યથાવત્ રાખવા માટે સજ્જ

ધર્મશાલાઃ ભારત અને દક્ષિણ આફ્રિકાની સિરિઝ પહેલાની વેસ્ટ ઇન્ડિઝની સીરીઝ એક તરફી રહી હતી, ત્યારે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સાથે પણ એક તરફા જીત મેળવવા સજ્જ જોવા મળી રહી છે.

By

Published : Sep 15, 2019, 12:08 PM IST

IND vs SA

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી ત્રણ મેચની T-20 સિરિઝનો પહેલો મેચ આજે રવિવારે હિમાચલ પ્રદેશ ક્રિકેટ સંઘ (એચપીસીએ) સ્ટેડિયમમાં રમાશે.

જીતનો સિલસિલો યથાવત્ રાખવા માટે ભારતીય ટીમ સજ્જ

વેસ્ટઇન્ડિઝની સામે T-20 સિરિઝમાં રોહિત શર્મા અને કેપ્ટન વિરાટ કોહલીએ રન તો બનાવ્યા હતાં, પરંતુ બોલરમાં યુવા નવદીપ સૈનીએ પણ પોતાની પદાર્પણ સિરિઝમાં જ ઘણાને પ્રભાવિત કર્યા હતાં.

યુવા બોલરો પાસે પોતાને સાબિત કરવાનો છે મોકો

ફરી એકવાર ભારતે T-20માં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારને આરામ આપ્યો છે. તેવામાં સૈની, ખલીલ અહમદની પાસે પોતાને સાબિત કરવાનો મોકો છે. વેસ્ટ ઇન્ડિઝની સામે લેગ સ્પિનર રાહુલ ચહરને એક મોકો જ મળ્યો હતો. આ સિરિઝમાં તેને મોકો મળી શકે છે.

દક્ષિણ આફ્રિકાની ટીમમાં પણ યુવા ખેલાડીઓ

દક્ષિણ આફ્રિકાના નવા કપ્તાન ક્વિંટન ડી કોકના નેતૃત્વ હેઠળ ટીમ મેદાનમાં ઉતરશે. આ ટીમની નવી શરૂઆત હશે જે પોતાની ભુલ સુધારી એક શાનદાર ટીમ બનાવી શકે.

ટીમમાં ત્રણ નવા ચહેરા સામેલ કરવામાં આવ્યા છે. ટેમ્બા બાવુમા, બજરેન ફૉર્ટયૂઇન અને એનરિક નોર્ટજેનેને પહેલી વાર T-20 ટીમમાં સ્થાન મળ્યું છે.

સીનિયર હરફનમૌલા ખિલાડી ક્રિસ મૌરિસની સાથે-સાથે એડિન માર્કરામ, થેયુનિસ ડે બ્રૂયન અને લુંગી એનગિડીની ટીમમાં સામેલ છે. મેહમાન ટીમની પાસે જો કે કાગિસો રબાડા જેવા બોલરો છે જે કોઇપણ બેટ્સમેનના ક્રમ તોડવા માટે કાફી છે.

છેલ્લી T-20 2018 મેચમાં બન્ને ટીમ આમને-સામને હતી. જેમાં ભારતે ત્રણ મેચની સિરિઝ 2-1થી પોતાના નામે કરી હતી.

મેચ પર વરસાદની આફત

આ મેચમાં વરસાદનું જોખમ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે બુધવારે આ વાતની જાણકારી આપી હતી. કેટલાક દિવસો સુધી અહીં વરસાદની શક્યતા રહેલી છે.

ટીમ (સંભવિત)

ભારતઃ વિરાટ કોહલી (કપ્તાન), રોહિત શર્મા (વાઇસ કપ્તાન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત ( વિકેટકીપર), હાર્દિક પાંડ્યા, રવિન્દ્ર જાડેજા, ક્રુણાલ પાંડ્યા, વૉશિંગટન સુંદર, રાહુલ ચહર, ખલીલ અહમદ, દીપક ચહર અને નવદીપ સૈની.

દક્ષિણ આફ્રિકાઃ ક્વિંટન ડી કોક (કપ્તાન), રાસી વાન ડર ડુસૈન, ટેમ્બા બાવુમા, જૂનિયર ડાલા, બજરેન ફોર્ટયૂઇન, બેયુરાન હેડ્રિક્સ, રીજ હેડ્રિક્સ, ડેવિડ મિલર, એનરિક નોર્ટજે, આંદિલે ફેહુલક્વાયો, ડ્વાયન પ્રીટોરિયસ, કાગિસો રબાડા, તબરેજ શમ્સી, જોર્જ લિંડે.

ABOUT THE AUTHOR

...view details